શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બારામૂલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓએ એક યુવકની ગોળી હત્યા કરી છે. પોલીસે આ અંગે માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીર: બારામૂલામાં આતંકવાદીએ સ્થાનિક યુવકની કરી હત્યા - બારામૂલા
જમ્મુ-કાશ્મીરના બારામૂલા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓએ એક સ્થાનિક યુવકની ગોળી મારી હત્યા કરી છે. પોલીસે આ અંગે માહિતી આપી છે.
જમ્મુ-કાશ્મીર: બારામૂલામાં આતંકવાદીએ સ્થાનિક યુવકની કરી હત્યા
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ ઉત્તરી કાશ્મીરના આદિપુરામાં સ્થિત એક ઘરમાં રાત્રિના અંદાજે સાડા 9 વાગ્યે હુમલો કર્યો હતો.
તેમણે કહ્યું કે, હુમલામાં સ્થાનિક વ્યક્તિ ઘાયલ થયો હતો. જેથી આ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ તેનું મોત થયું છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.