જૈસલમેર/રાજસ્થાન : રાજસ્થાનના સરહદી વિસ્તાર જૈસલમેરમાં લૉકડાઉન દરમિયાન પણ લોકો બહાર નીકળી રહ્યાં છે. લોકોને જાગૃત બનાવવા માટે અને સ્થિતિની ગંભીરતા સમજાવવા માટે સ્થાનિક પોલીસ દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. સ્થાનિક યુવાનો દ્વારા કોરોના વાઈરસ મોડલનું હેલમેટ બનાવવામાં આવ્યું છે. પોલીસ આ હેલમેટ પહેરીને અને ગીત ગાઈને કારણ વગર ફરતાં લોકોને સમજાવી રહી છે. 'ઘરમાં રહીને આપણે અને બીજા લોકો પણ સુરક્ષિત રહી શકે છે'.
જૈસલમેરના યુવકે બનાવ્યું 'કોરોના હેલમેટ'
રાજસ્થાનના સરહદી વિસ્તાર જૈસલમેરમાં લૉકડાઉન દરમિયાન પણ લોકો બહાર નીકળી રહ્યાં છે. લોકોમાં જાગૃત બનાવવા માટે અને સ્થિતિની ગંભીરતા સમજાવવા માટે સ્થાનિક પોલીસ અને સ્થાનિક યુવક દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ વૈશ્વિક મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દેશવાસીઓના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે, તો બીજી બાજુ કેટલાંક એવા પણ બેજવાબદાર લોકો છે, જે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નથી કરી રહ્યાં. લૉકડાઉનના આ સમયમાં પણ તેઓ ઘરની બહાર નીકળી રહ્યાં છે, જે અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોરોના વાઈરસની ગંભીરતા સમજાવવા માટે પોલીસ કોરોના મોડલનું હેલમેટ પહેરે છે અને લોકોને ઘરમાં રહેવા માટે સમજાવે છે.
હેલમેટ બનાવનાર યુવક આવડરામનું કહેવું છે કે, 'ઘણાં લોકો બીમારીની ગંભીરતા સમજી નથી રહ્યાં અને ઘરની બહાર નીકળી રહ્યાં છે. જિલ્લા પોલીસ અધિક્ષક કિરણ કંગના કહેવા પ્રમાણે મેં આ કોરોના હેલમેટ બનાવ્યું છે. આ હેલમેટ પહેરીને પોલીસકર્મીઓ લૉકડાઉનમાં બહાર ફરતાં લોકોને સમજાવે છે અને ઘરમાં રહેવાની સલાહ આપે છે'.