ભોપાલ: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના નહેરૂ નગરમાં રહેતા એક યુવાને મિત્રતાની મિશાલ આપી છે. તેમણે પોતાના મિત્રનો જીવ બચાવવા માટે પાણીમાં મગર સાથે લડાઈ કરી હતી અમે મિત્રને મોતના મુખમાંથી બચાવ્યો છે.
ભોપાલ: યુવકે મિત્રનો જીવ બચાવવા મગર સાથે કરી લડાઈ - મિત્રનો જીવ બચાવવા મગર સાથે લડાઈ
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના નહેરૂ નગરમાં રહેતા એક યુવાને મિત્રતાની મિશાલ આપી છે. તેમણે પોતાના મિત્રનો જીવ બચાવવા માટે પાણીમાં મગર સાથે લડાઈ કરી હતી.
ભોપાલ: યુવકે મિત્રનો જીવ બચાવવા મગર સાથે કરી લડાઈ
આ ઘટના મંગળવારે બની હતી, જ્યારે નહેરૂ નગરના રહેવાસી અમિત જાટવ અને ગજેન્દ્ર યાદવ નહાવા માટે કાલિસોટ ડેમ પર ગયા હતા. નહાવા સમયે મગરે અમિતના પગને પોતાના મુખમાં લઇ લીધો હતો. જેથી મિત્ર ગજેન્દ્ર યાદવે પોતાના જીવની ચિંતા કર્યા વિના એક સેલ્ફી સ્ટિક સાથે ડેમમાં કુદી તેના મિત્રને મગરની પકડમાંથી બચાવી લીધો હતો.