નવી દિલ્હી: ભારતીય યુથ કોંગ્રેસે બુધવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન સ્પેશિયલ ટ્રેનોમાં પોતાના વતન પરત ફરી રહેલા સેંકડો મુસાફરોને ખોરાક, પાણી અને માસ્કનું વિતરણ કર્યુ હતું.
દિલ્હીમાં યુથ કોંગ્રેસે પ્રવાસીઓને ભોજન, પાણી અને માસ્કનું વિતરણ કર્યું - Congress
ભારતીય યુથ કોંગ્રેસે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર સેંકડો મુસાફરોને ભોજન, પાણી અને માસ્કનું વિતરણ કર્યું હતું. જેઓ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં પોતાના વતન પરત ફરી રહ્યાં છે. આઈવાયસી તેમના પ્રમુખ શ્રીનિવાસ બીવીની આગેવાની હેઠળ છેલ્લા 2 દિવસથી આવશ્યક વસ્તુઓનું વિતરણ કરી રહ્યું છે.
કોંગ્રેસ પાર્ટીની યુવા પાંખ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'જ્યારે આખો દેશ કોરોના વાઇરસ રોગચાળા સામે લડત લડી રહ્યો છે, ત્યારે મોટી મુશ્કેલીઓનો સમય છે ત્યારે ભારતીય યુથ કોંગ્રેસ ભારતના નાગરિકો સાથે મળીને ખભેથી ખભા મળાવીને ઉભી છે. તમામ જરૂરી સહાય વિવિધ ટીમો દ્રારા દેશભરમાં ચાલી રહી છે. જેમાં દવાઓ, પી.પી.ઇ. કીટ, કરિયાણા, ખાદ્ય અને શુદ્ધ પીવાનું પાણી, અને પરિવહન મજૂરો માટે રેલ્વે ભાડા સહિતની મૂળભૂત જરૂરીયાતોનો યોગ્ય પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે."