નાહન: સલોની સિંઘ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેણી શૈક્ષણિક અને મનોરંજક કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. ઈટીવી ભારત સાથે વાતચીતમાં સલોનીએ કહ્યું કે, અમે દેશને કોરોનાથી બચાવવા અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી બધા લોકો સુરક્ષિત રહે.
હેલો મોગીનંદ રેડિયો પર તે ફક્ત સમાચાર વાંચન જ નહીં સંપાદનનું કામ પણ પોતે જ કરે છે. એટલું જ નહીં રેડિયોને લગતી તકનીકી કામગીરી પણ આ નાની કલાકાર કરે છે. આ કામ શાળાના વિજ્ઞાન પ્રવક્તા ડો. સંજીવ અત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે.
શાળાના વિજ્ઞાન પ્રવક્તા સંજીવ અત્રીએ જણાવ્યું કે, આ રેડિયો દ્વારા તેઓ દરરોજ ત્રણથી ચાર બુલેટિન પ્રસારણ કરે છે. લોકોને જાગૃત કરવાની સાથે તેમને કોરોનાથી સંબંધિત સમાચાર પણ મોકલે છે. આ અગાઉ સ્કૂલ ક્લબ દ્વારા જાગૃતિ પોસ્ટરોનું વિતરણ પણ કરાયું હતું અને હવે તે રેડિયો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. અત્રીએ જણાવ્યું હતું કે, આ સાથે શિક્ષણ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.