ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિરડી સાંઈ બાબાના મંદિરમાં હવે ભારતીય વસ્ત્રો પહેરીને જ જવું પડશે

શિરડીમાં આવેલા સાંઈ બાબાનું મંદિર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યું છે. આ સાથે જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. આને જોતા મંદિર ટ્ર્સ્ટે ભક્તોને અપીલ કરી છે કે ભારતીય કપડા પહેરીને જ મંદિરમાં આવવું.

શિરડી સાંઈ બાબાના મંદિરમાં હવે ભારતીય વસ્ત્રો પહેરીને જ જવું પડશે
શિરડી સાંઈ બાબાના મંદિરમાં હવે ભારતીય વસ્ત્રો પહેરીને જ જવું પડશે

By

Published : Dec 1, 2020, 10:55 PM IST

  • શિરડી સાંઈબાબાના મંદિર માટે નવો ડ્રેસ કોડ લાગુ
  • ભક્તોએ હવે ભારતીય વસ્ત્રો પહેરીને જ જવું પડશે મંદિરે
  • મંદિર ટ્રસ્ટે ભક્તોને ભારતીય વસ્ત્રો માટે કરી અપીલ

શિરડીઃ તિરૂપતિ મંદિરમાં ભક્તોએ ભારતીય વસ્ત્રો પહેરીને આવવું ફરજિયાત છે. તેવી જ રીતે હવે શિરડી સાંઈ બાબાના મંદિરના ટ્રસ્ટે પણ આવો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટે ભક્તોને ભારતીય સાંસ્કૃતિક પોશાકમાં જ મંદિરમાં આવવાનો આગ્રહ કર્યો છે. મંદિર પ્રાંગણમાં ભક્તોને સભ્ય પોશાક પહેરવા માટે અપીલ કરવામાં આવી છે. ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, અન્ય પોશાક પહેરીને આવતા ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે.

શિરડી સાંઈ બાબાના મંદિરમાં હવે ભારતીય વસ્ત્રો પહેરીને જ જવું પડશે

નાના વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને પ્રવેશ નહીં અપાય

સાંઈ ટ્રસ્ટના કાર્યકારી અધિકારી કાન્હુરાજ બાગટેએ કહ્યું, અમે આ નિયમ સાંઈ ભક્તોના સૂચનો બાદ બનાવ્યો છે. ભક્તોને આ અંગેની જાણકારી આપવા માટે બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. ટ્રસ્ટે સ્પષ્ટ કહ્યું છે કે, માત્ર ભારતીય વસ્ત્રો એટલે કે સલવાર-સૂટ, કૂર્તા-પાયજામા જેવા સભ્ય વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે નાના વસ્ત્રો પહેરીને આવતા ભક્તોને પ્રવેશ નહીં અપાય. કેટલાક ભક્તોએ શિરડી ટ્ર્સ્ટ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનું સમર્થન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details