ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ત્રિપલ તલાક પીડિતાઓને યોગી સરકાર 6 હજાર રૂપિયા પેન્શન આપશે - triple talaq victims

લખનઉ: ઉત્તર પ્રદેશ સરકારે ત્રિપલ તલાક પીડિતાઓને 6000 રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે યોગી સરકારે એક પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે, જેને આગામી કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે.

Yogi to give Rs 6000 per year to triple talaq victims
Yogi to give Rs 6000 per year to triple talaq victims

By

Published : Dec 29, 2019, 10:20 AM IST

ઉત્તર પ્રદેશ સરકારે ત્રિપલ તલાક પીડિતાઓને 6000 રૂપિયા પેન્શન આપવાનો નિર્ણય લીધો છે. આ માટે એક યોજના પણ તૈયાર કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સરકારે આ યોજનાને પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે અને કેબિનેટની આગામી બેઠકમાં લાવવાની સંપૂર્ણ તૈયારી છે. હાલમાં સરકારે ત્રિપલ તલાકથી પીડિત લગભગ 5 હજાર મહિલાઓની યાદી તૈયાર કરી લીધી છે. સરકાર આ પ્રસ્તાવ મુજબ પીડિતાઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે.

સૌજન્ય: ANI

ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘોષણા કરી હતી કે, ત્રિપલ તલાક પીડિતાની સાથે સાથે બધા ધર્મોની ત્યજી દેવાયેલી મહિલાઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details