લખનઉઃ એપિડેમિક બિમારીઓ માટે ઉત્તરપ્રદેશ સરકાર નવો વટહુકમ લાવવાની તૈયારીમાં છે. જેનું નામ ઉત્તર પ્રદેશ એપિડેમિક કન્ટ્રોલ, અધ્યાદેશ 2020 હશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટીમ-11ની બેઠકમાં એપેડમિક અધિનિયમ, 1897 વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ બેઠક પછી તરત જ આ અંગેની ઘોષણા કરવામાં આવશે.
કોરોના યોદ્ધા માટે યોગી સરકારની પહેલ, લાવશે નવો અધ્યાદેશ
એપિડેમિક બિમારીઓ માટે ઉત્તરપ્રદેશ સરકાર નવો વટહુકમ લાવવાની તૈયારીમાં છે. જેનું નામ ઉત્તર પ્રદેશ એપિડેમિક કન્ટ્રોલ, અધ્યાદેશ 2020 હશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ટીમ-11ની બેઠકમાં એપેડમિક અધિનિયમ, 1897 વિશે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. આ બેઠક પછી તરત જ આ અંગેની ઘોષણા કરવામાં આવશે.
કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને રોગ ફેલાવનારાને, લોકડાઉનનો ભંગ કરવારને કડક સજાની જોગવાઈ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુધારા અધિનિયમમાં માત્ર તબીબી કર્મચારીઓને સામેલ કર્યા છે. યોગી સરકારી ચિકિત્સકો, પેરામેડિકલ સ્ટાફ તેમજ અન્ય કર્મચારીઓનો સમાવેશ કર્યો છે. નવા કાયદામાં સફાઇ કામદારો, પોલીસકર્મીઓ અને તમામ કોરોના યોદ્ધાઓ સામે હુમલાથી લઈને થૂંકવા અને વોર્ડ તોડવા બદલ કડક સજા કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં આરોગ્ય કર્મચારીઓના સંરક્ષણ માટે એપિડેમિક એક્ટ, 1897માં સુધારો કરીને વટહુકમ બહાર પાડ્યો છે. યોગી સરકાર જે કાયદા લાવવા જઈ રહી છે, તે હેઠળ કોઈપણ કોરોના યોદ્ધા સાથે કોઈ પણ જાતની અશ્લીલતા અને હુમલો કરવા બદલ સાત વર્ષની કેદની સજા અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થશે. આ કાનૂનનો ઉદ્દેશ્ય પોલીસકર્મીઓ સહિત દરેક કોરોના વોરિયર્સને સુરક્ષિત રાખવાનો છે. આ સુધારા પછી ઉત્તરપ્રદેશ એપેડેમિક ડિજીજ કન્ટ્રોલ ઓર્ડિનેસ, 2020 કહેવાશે.