લખનઉ: ઉત્તરપ્રદેશ સરકારે ગેંગસ્ટર વિકાસ દુબે કેસમાં તપાસ માટે કમિશનની રચના કરી છે. આ કમિશન એન્કાઉન્ટરની ઘટનાની તપાસ કરશે. નિવૃત્ત ન્યાયાધીશ એસ.કે.અગ્રવાલ આ કમિશનનો એક ભાગ છે.
ઉત્તરપ્રદેશ: યોગી સરકારે કાનપુર કેસની તપાસ માટે કમિશનની રચના કરી - મુખ્ય આરોપી વિકાસ દુબે
ઉત્તરપ્રદેશ સરકારે ગેંગસ્ટર વિકાસ દુબે કેસમાં તપાસ માટે કમિશનની રચના કરી છે. આ કમિશન એન્કાઉન્ટરની ઘટનાની તપાસ કરશે. નિવૃત્ત ન્યાયાધીશ એસ.કે.અગ્રવાલ આ કમિશનનો એક ભાગ છે.
યોગી સરકારે કાનપુરમાં બનેલી ઘટનાના કેસની તપાસ માટે સિંગલ કમિશન બનાવ્યું, ન્યાયમૂર્તિ કરશે તપાસ
ઉત્તરપ્રદેશના બહુચર્ચિત પોલીસકર્મી હત્યાકાંડ અને ત્યારબાદ હત્યાકાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે સહિત 6 લોકોના કથિત એન્કાઉન્ટ મામલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં વિપક્ષની ટીકાઓ વચ્ચે રાજ્ય સરકાર રોજ નવા નિર્ણયો લઈ રહી છે.
આ અંગે શનિવારે ત્રણ વરિષ્ઠ અધિકારીઓની SITનું ગઠન કર્યા બાદ રવિવારે રાજ્ય સરકારે નિવૃત્ત ન્યાયાધીશ એસ.કે.અગ્રવાલની અધ્યક્ષતામાં કમિટિની રચના કરી છે. આ કમિટિનું મુખ્યાલય કાનપુરમાં હશે.