ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPના મુખ્ય પ્રધાન પહોંચશે સોનભદ્ર, પીડિત પરિવારો સાથે કરશે મુલાકાત

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ રવિવારે સોનભદ્રની મુલાકાત લેશે. અહીં તેઓ સામૂહિક હત્યાકાંડના પીડિત પરિવારોની મુલાકાત કરશે.

મોડે મોડે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પહોંચશે સોનભદ્ર, પીડિત પરિવારો સાથે કરશે મુલાકાત

By

Published : Jul 21, 2019, 9:27 AM IST

રાજ્ય સરકારના અધિકારીએ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની આ મુલાકાત અંગે માહિતી આપી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, સોનભદ્રના ઘેરાવલ તહસીલ સ્થિત ઉમ્ભા-સપહી ગામ પહોંચી સવારે 11ઃ45 કલાકે મૃતકોના પરિવારજનોને મળશે. બાદમાં તેઓ ઘાયલોને મળી તેમના ખબર-અંતર પૂછશે અને ૂબપોરે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી પત્રકાર પરિષદ સંબોધશે.

કોંગ્રેસે સોનભદ્રની ઘટના માટે યોગી સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંવાદદાતાઓને કહ્યું કે, સોનભદ્ર હત્યાકાંડ દેશના ગરીબ અને ખેડૂતોની વિરૂદ્ધ છે. તેમણે કહ્યું કે પીડિતોને ન્યાય આપવાની બદલે અજય સિંહ ઉર્ફે આદિત્યનાથની સરકાર વિપક્ષી નેતાઓ પાછળ પડી ગઈ છે.

શુક્રવારે સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા પહોંચેલી પ્રિયંકા ગાંધીને શુક્રવારે ઘટનાસ્થળ પર રોકવામાં આવ્યા હતા. બાદમાં તેમણે મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા જ્યાં શનિવારે તેમણે પીડિત પરિવારોની મુલાકાત લીધી હતી. પ્રિયંકા જમીન પર બેસી પીડિતોની વ્યથા સાંભળતા નજરે પડ્યા હતા.

ગ્રામ પ્રધાન યજ્ઞદત્તના સમર્થકો અને ગોંડ આદિવાસીઓ વચ્ચે ઘોરાવલ ભૂમિ વિવાદને સંદર્ભે બુધવારે થયેલા સંઘર્ષમાં 10 લોકોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટનામાં મુખ્ય આરોપી પ્રધાન અને તેના ભત્રીજા સહિત અનેકની ધરપકડ કરી છે. તેમજ ઘટનાની તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details