ગુજરાત

gujarat

ETV Bharat / bharat

UPમાં 3 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા યોગી આદિત્યનાથ ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન - BJP's first chief ministe

આગામી 19 માર્ચના રોજ યોગી સરકાર રાજ્યમાં તેની ત્રીજી વર્ષગાઠ પુરી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતાના નામે એક વિશિષ્ટ ઉપલ્બધિ મેળવશે.

etv bharat
etv bharat

By

Published : Mar 15, 2020, 11:27 PM IST

લખનઉ: આગામી 19 માર્ચના રોજ યોગી સરકાર રાજ્યમાં તેની ત્રીજી વર્ષગાઠ પુરી કરશે. આ સાથે જ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતાના નામે એક વિશિષ્ટ ઉપલ્બધિ મેળવશે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળ્યા બાદ 19 માર્ચ 2017ના ઉત્તરપ્રદેશની ગાદી સંભાળનારા યોગી ઉત્તર પ્રદેશમાં સરકારના 5 વર્ષના કાર્યકાળમાંથી 3 વર્ષ પૂર્ણ કરનારા ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન બનશે.

યોગી પહેલા કલ્યાણ સિંહ, રામ પ્રકાશ ગુપ્તા અને રાજનાથ સિંહ ભાજપ સરકારમાં મુખ્યપ્રધાન રહ્યા હતા. પરંતુ તેમાંથી કોઈપણ તેમની મુદ્દત પુરી કરી શક્યા નહોતા. કલ્યાણ સિંહ 2 વખત મુખ્યપ્રધાન રહ્યા હતા. પ્રથમ વખત 24 જૂન 1991ના મુખ્યપ્રધાન બન્યા અને 6 ડિસેમ્બર 1992 સુધી પદ પર રહ્યા હતા. ત્યારબાદ 21 સપ્ટેમ્બર 1997થી 12 નવેમ્બર 1999 સુધી મુખ્યપ્રધાન રહ્યા હતા. કલ્યાણ સિંહ બાદ રામ પ્રકાશ ગુપ્તા પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા.

12 નવેમ્બર 1999થી 28 ઓક્ટોમ્બર 2000 સુધી પદ પર રહ્યા હતા. ત્યારબાદ રાજનાથ સિંહએ ગાદી સંભાળી અને તે 28 ઓક્ટોમ્બર 2000થી 8 માર્ચ સુધી મુખ્યપ્રધાન રહ્યા હતા. ભાજપના પ્રદેશ મહામંત્રી વિજય બહાદુર પાઠક અનુસાર યોગીનો કાર્યકાળ વિશિષ્ટ ઉપલ્બધિથી ભરેલો છે. તેમના કાર્યકાળ દરમિયાન પ્રયાગમાં અત્યાર સુધીનો સૌથી શાનદાર કુંભ મેળો આયોજિયત કરવામાં આવ્યો હતો. તે સિવાય પ્રથમ વખત પ્રવાસી ભારતીય દિવસ, ઈન્વેસ્ટર્સ સમિટ અને ડિફેન્સ એક્સ્પો જેવું આતંરરાષ્ટ્રીય આયોજન પણ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details