નવી દિલ્હી : કોરાનાનો કહેર દેશમાં હજુ પણ યથાવત છે. ઉત્તર પ્રદેશમાં વાઇરસનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. દિલ્હીના ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધતી જઇ રહી છે. આ વચ્ચે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ નોઇડા પહોંચ્યાં હતા, જ્યાં તેઓએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ સમયે કોરોના વાઇરસના સંક્રમણને જોતા મુખ્ય પ્રધાન જિલ્લાના કલેક્ટર બૃજેશ નારાયણ સિંહ સહિત સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પર વરસી પડ્યા હતા.
કોરોના સંકટ : મુખ્ય પ્રધાન આદિત્યનાથની નોઇડાના અધિકારીઓ સામે લાલ આંખ, કલેક્ટરની બદલી - આદિત્યનાથ
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સોમવારે નોઇડા પહોંચ્યાં અને અધિકારીઓ પર અચાનક વરસી પડ્યા હતા. જ્યારે બીજી બાજુ નોઇડાના કલેક્ટર બૃજેશ નારાયણ સિંહે માંગેલી રજા પર તંત્રએ તેને બોર્ડ પરથી દુર કર્યા હતા, એટલુ જ નહીં તેના વિરૂદ્ધ તપાસના આદેશ પણ સોંપ્યા હતા.
યોગી આદિત્યનાથે ગૌતમ બુદ્ધ યૂનિવર્સિટીમાં કમિશ્નર આલોક સિંહ, કલેક્ટર બી.એન.સિહ, સીએમઓ અનુરાગ ભાર્ગવ સહિત અન્ય ઓફિસર સાથે બેઠક કરી હતી. કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે દેશની લોકડાઉનની પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીથી ઉત્તર પ્રદેશ તરફ પસાર થઇ રહેલા લોકોને રોકવામાં નિષ્ફલ રહેલા અધિકારીઓ પર મુખ્ય પ્રધાન વરસી પડ્યા હતા અને કહ્યું કે આ માહોલ વચ્ચે બે મહિનાથી તમે શું કરી રહ્યાં હતા.
આ વચ્ચે નોઇડાના કલેક્ટર બીએન સિંહે કહ્યું કે, 'હું ગૌતમ બુદ્ધ નગરના કલેક્ટર તરીકે નથી રહેવા ઇચ્છતો, મને રજા જોઇએ. તેવુ કહેતાની સાથે જ તંત્રએ તેના પર તુરંત જ કાર્યવાહી હાથ ધરતા બી.એન.સિંહને રાજસ્વ બોર્ડમાંથી દુર કર્યા, તેના સ્થાને સુભાષ એલ.વાઇને ગૌતમ બુદ્ધ નગરના કલેક્ટર તરીકે નિમણુંક કરી છે. જે ગત વર્ષે મહાકુંભ સમયે પ્રયાગરાજના કલેક્ટર તરીકે પણ કામ કરી ચુક્યા છે.