ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યોગીએ કહ્યું, મેં UPમાં પુજા માટે મોહરમનો સમય પણ બદલાવી નાખ્યો હતો -  BJP

કોલકાતા: ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અને વરિષ્ઠ ભાજપ નેતા યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા હતા. બુધવારે તેમણે રેલીનું સંબોધન કરતા કહ્યું કે, મમતા જાણીજોઇને ભાજપ કાર્યકર્તાઓને હેરાન કરે છે.

adityanath

By

Published : May 15, 2019, 4:36 PM IST

યોગીએ કહ્યું કે, શાહના રોડ શોમાં તકલીફો ઉભી કરવી એ મમતા બેનર્જીની છેલ્લી ભુલ હશે, કારણકે આવનારો સમય તેમને બતાવી દેશે કે તેમની લોકપ્રિયતા ઘટી ચૂકી છે.

આજે કોલકાતામાં યોગી આદિત્યનાથ રેલીનું સંબોધન કરવાના હતા, પરંતુ ત્યાં તોડ ફોડ કરવામાં આવી અને ત્યાં કામે લાગેલા કાર્યકર્તાઓ સાથે પણ મારામારી કરવામાં આવી હતી. જેના કારણે ત્યાંની રેલી રદ્દ કરવામાં આવી હતી, પરંતુ અમિત શાહે કહ્યું કે કોઇ પણ કારણોસર રેલી રદ્દ કરવામાં નહી આવે.

યોગી આદિત્યનાથ

ત્યાર બાદ યોગીએ રેલી કરી યોગીએ કહ્યું કે, મમતા સરકારને દુર્ગા પૂજા અને સરસ્વતી પૂજા કરવામાં પણ તકલીફ પડે છે. " મેં UPમાં પૂજા માટે મહોરમ તાજીયાનો સમય પણ બદલાવી નાખ્યો હતો."

યોગીએ કહ્યું, મમતા સરકાર હુલ્લડ કરાવે છે, અને માટે જ હવે આ સરકારની એકસ્પાઇરી ડેટ નક્કી છે. વધુમાં યોગીએ જણાવ્યું કે, બંગાળમાં અમિત શાહ પર જે હુમલો થયો તે નિંદનીય છે. તેમણે રાષ્ટ્રપતિને પણ પહેલ કરી છે કે આવી અલૌકીક, અરાજક TMC સરકારને બરખાસ્ત કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details