ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હીથી જીતની ઓપનિંગ કરશે: યોગી

દિલ્હી: UPના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં જનસભાને સંબોધી હતી. જોકે લાંબી રાહ જોયા બાદ પણ સમર્થકોનો જોશ ઓછો થયો ન હતો. યોગીને સાંભળવા માટે 3 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન યોગી આદિત્યનાથે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

જીતની ઓપનિંગ પૂર્વ દિલ્હીથી ગૌતમ ગંભીર કરેશ: યોગી

By

Published : May 8, 2019, 1:44 PM IST

Updated : May 8, 2019, 3:23 PM IST

દિલ્હીમાં પોતાની પ્રથમ સભાને સંબોધન કરતા યોગીએ કહ્યું કે આમ જનતા પાર્ટીએ દિલ્હીના માર્ગને ખાડામાં પરિવર્તિત કરી દીધું છે. દિલ્હીના મુખ્યપ્રધાન પ્રદર્શન કરવા માટે જાણીતા બની ગયા છે. તો યોગીએ મમતા બેનર્જી પર પણ આકરા પ્રહારો કરતા કહ્યું કે વર્તમાનમાં તેમના કાર્યક્રમ દરમિયાન તેમણે અવરોધ નાખવાની કોશિશ કરી હતી. તેમણે 10 કિલોમીટર દૂર પાર્કિંગ બનાવાની અનુમતી આપી હતી.

વધુમાં યોગીએ કહ્યું કે તેમણે દેશના લગભગ તમામ રાજ્યોના પ્રવાસ કર્યા છે, તમામ સ્થાનો પર મોદી લહેર જોવા મળી રહી છે.આઝાદી બાદ કેટલીક સરકારો આવી પરતું મોદી સરકાર બાદ વિશ્વમાં દેશનો સમ્માન વધ્યો છે. મોદીએ યોગ દિવસના રૂપમાં વિશ્વમાં યોગને પહોંચાડ્યો છે.

મોદીએ આંતકી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આંતકી જાહેર કરાવ્યો.અઝહરની હાલત પણ ઓસામા બિન લાદેનની જેમ થશે. તેમણે વધુમાં કહ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં હમેશા આંતકી હુમલાઓ થતા હતા. પરતું મોદી સરકાર ના કાર્યકાળમાં આંતકી હુમલાઓ નથી થયા. કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીના બાળકોને ખોટી ભાષા સીખવાડી રહ્યા છે. કોંગ્રેસ તેની નકારાત્મક રાજનીતિથી સમગ્ર દેશમાં હારી રહી છે.

જીતની ઓપનિંગ પૂર્વ દિલ્હીથી ગૌતમ ગંભીર કરેશ: યોગી


યોગી આદિત્યનાથએ દાવો કર્યો કે દિલ્હીની તમામ બેઠકો પર ભાજપની સરકાર આવશે. તેની ઓપનિંગ ગૌતમ ગંભીર કરશે.

Last Updated : May 8, 2019, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details