ચંડીગઢ : ભાજપે આખરે હરિયાણા વિધાનસભાની પેટા ચૂંટણી માટે બરોડાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપ અને JJPમાં ઉમેદવારના ગઠબંધનને લઈને ઝઘડો થયો હતો. JJP પોતાનો ઉમેદવાર ઉભો કરવાની કોશિશ કરી રહી હતી, ત્યારે ભાજપ તેના ઉમેદવારનો દાવો કરી રહી હતી. આખરે મોડી રાત્રે ભાજપ અને JJP ગઠબંધન ઉમેદવાર પર સહમત થયા હતા. યોગેશ્વર દત્ત બરોડા પેટા ચૂંટણીમાં ગઠબંધનના ઉમેદવાર હશે.
હરિયાણા વિધાનસભાની પેટા ચૂંટણી : ભાજપે બરોડા વિધાનસભા બેઠક માટે કુસ્તીબાજ યોગેશ્વર દત્તને મેદાનમાં ઉતાર્યા
હરિયાણા વિધાનસભાની પેટા ચૂંટણી માટે બરોડા વિધાનસભા મત વિસ્તારના ભાજપ પક્ષ અને JJP ગઠબંધન ઉમેદવાર તરીકે કુસ્તીબાજ યોગેશ્વર દત્તને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટી હરિયાણા વિધાનસભાની પેટા ચૂંટણીમાં બરોડા બેઠક પર જીત મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવાર મોડી રાત્રે રોહતકના સર્કિટ હાઉસ ખાતે ભાજપની રાજ્ય કક્ષાની બેઠક મળી હતી. આ બેઠકના અધ્યક્ષ સ્થાને ભાજપના પ્રદેશ પ્રમુખ ઓમપ્રકાશ ધનખર હતા. આ બેઠકમાં હરિયાણા ભાજપના 4 સાંસદો અને રાજ્યના કેટલાક પ્રધાનો ઉપરાંત પક્ષના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ બેઠક બાદ હરિયાણા પ્રદેશ અધ્યક્ષ ઓમપ્રકાશ ધનકરે જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને મળશે અને બરોડા પેટા ચૂંટણી માટેના ઉમેદવારનું નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બરોડા પેટા ચૂંટણી માટે ભાજપ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરવાની હતી. જે દરમિયાન ભાજપના નેતા અને ઓલિમ્પિયન રેસલર યોગેશ્વર દત્તે દિલ્હીમાં CM મનોહર લાલ ખટ્ટરની સાથે મુલાકાત કરી હતી.