ન્યૂઝ ડેસ્કઃ ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમને કારણે કામ વધી ગયું છે. આંખો સતત કૉમ્પ્યુટરમાં વ્યસ્ત હોવાને કારણે આંખોમાં તણાવ વધી જાય છે. ETV ભારત સુખીભવાએ આ વિષય પર કૈવલ્યાધામ યોગ સંસ્થા લોનાવાલાના વૈજ્ઞાનિક સંશોધન વિભાગના જનરલ સર્જન અને યોગ સલાહકાર ડો.સતિષ પાઠક સાથે વાતચીત કરી હતી.
3 મહત્વપૂર્ણ યોગ મુદ્રાઓ
બ્રહ્મા મુદ્રા
- આંખો અને ચહેરાના સ્નાયુઓમાં લોહી પરિભ્રમણ વધારે છે
- ગરદનને હળવી રાખો. ડાબી બાજુ ફેરવ્યા બાદ થોડો સમય રહીને ગરદનને જમણી બાજુ ફેરવો
- ગરદનને ધીરે રહીને ઉપર કરો, ત્યારબાદ થોડો સમય રહી ગરદનને નીચે કરો
- ગરદનને ક્લોકવાઈસ અને એન્ટિ ક્લોકવાઈસ દિશામાં ધીરે ધીરે ફેરવો
- સલામતીનું ધ્યાન રાખવું. પ્રક્રિયા ધીમે કરવી.