ખજુરાહોમાં આતંરરાષ્ટ્રીય યોગ શિબિરની શરુઆત - યોગ શિબિર
મધ્યપ્રદેશઃ વિશ્વ પ્રસિદ્ઘ પ્રવાસન નગરી ખજુરાહોની હોટલ રમાદામાં 16 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી યોજાનારી આંતરરાષ્ટ્રીય યોગ શિબિરનો શુભારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય યોગ શિબિરનો ભારતના ઋષિકેશથી પ્રારંભ થયો છે. ખજુરાહો દેશનું બીજુ એવું સ્થળ છે. જ્યાં આંતરરાષ્ટ્રીય શિબિરનું આયોજન કરાયું છે.
Khajuraho yoga camp ખજુરાહો ભારતના પર્યટન સ્થળો મધ્યપ્રદેશ પ્રવાસન યોગ શિબિર વિશ્વ યોગ દિવસ
પ્રવાસન નગરીની હોટલ રમાદામાં 16 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં આવનારા મહેમાનો દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાવી હતી. જેનું આયોજન અને કર્તા-હર્તા ગગનસિંહ ઠાકુરના મતે આ આંતરરાષ્ટ્રીય યોગ શિબિરને દર વર્ષે આયોજન કરાશે. આ આયોજનમાં દેશ ઉપરાંત વિદેશોામાંથી યોગ માટે કાર્ય કરી રહેલા પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા આકર્ષક યોગની કરતબો રજૂ કરાશે.