નવી દિલ્હીઃ પૂરપરછમાં EDએ રાણા કપૂરને યસ બેંકની લેવડ-દેવડ પર ઘણા સવાલો કર્યાં હતા. EDએ તેમના પરિવારની કંપનીઓ અને DHFLની વચ્ચે થયેલા ટ્રાન્જેક્શન પર પણ સવાલો કર્યાં હતાં. રાણા કપૂરની ધરપકડ પહેલા EDએ બલ્લાર્ડ એસ્ટેટ સ્થિત પોતાની ઓફિસે તેમની 20 ક્લાક સુધી ધરપકડ કરી હતી.
આ અગાઉ CBIએ શુક્રવારે રાણા કપૂરના ઘરે રેડ પાડી હતી. એક સમાચાર એજન્સી પ્રમાણે, ED આજે રાણા કપૂરને એક સ્થાનિક કોર્ટમાં રજૂ કરી શકે છે અને તેમને કસ્ટડીમાં લઇ શકે છે. 62 વર્ષીય રાણા કપૂર પર નાણાંની લેવડ-દેવડમાં અનિયમિતતા અને યસ બેંકના મેનેજમેન્ટમાં ગોટાળો કરવાનો આરોપ છે. યસ બેંકના ખાતાઓની નબળી હાલતને જોઈએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંકને દેખરેખમાં રાખી છે અને ઓપરેશનને પોતાના કબ્જા હેઠળ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.