બેંગલુરુ (કર્ણાટક): કર્ણાટકના મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પાએ બુધવારે જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી કોવિડ-19 સામે ઝઝૂમી રહેલા લોકોની મદદ માટે દાન એક વર્ષનો પગાર દાન કરશે.
તેમણે મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, અધિકારીઓ અને નાગરિકોને પણ અપીલ કરી હતી કે, તેઓ રાજ્ય પણ સરકારને કોરોના વાઈરસરૂપી જોખમ સામે લડવામાં મદદરૂપ બને.
આ ઉપરાંત ટ્વીટ કરતાં તેમણ કહ્યું હતું કે, "આ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી આપણે બધા જ પસાર થઈ રહ્યા છીએ. મહત્વનું છે કે આપણે આ રોગચાળા સાથે મળીને લડીએ. વ્યક્તિગત રૂપે, હું મારા એક વર્ષનો પગાર #CMRF કોવિડ 19 ને દાન કરું છું. હું તમને બધાને ફાળો આપવા વિનંતી કરું છું. કોરોના સામે લડવામાં સહાય કરો. આભાર...
કર્ણાટકના CMએ પોતાના એક વર્ષનો પગાર દાનમાં આપ્યો નોંધનીય છે કે, યેદિયુરપ્પાએ 25 માર્ચે લોકોને કોવિડ-19ના ફેલાવા સામે લડવા માટે અદ્યતન તબીબી સપોર્ટ સિસ્ટમ માટે નાણાં આપીને રાજ્ય સરકારને મદદ કરવા અપીલ કરી હતી. સાથે જ દાન કરવા ઇચ્છુક લોકો ફંડલાઇન ભંડોળ ટ્રાન્સફર કરી શકે છે અને મુખ્યમંત્રી રાહત ભંડોળ COVID-19 ને ચેક અથવા ડીડી મોકલી શકતા હોવાનું જણાવ્યું હતું.