ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં સત્તા જાળવવા ભાજપની રણનીતિઃ કોંગ્રેસ અને જેડીએસના પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપી શકે છે - કર્ણાટક પેટાચૂંટણી

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા સોમવારે એવો સંકેત આપ્યો હતો કે, જેડીએસ અને કોંગ્રેસનાં અયોગ્ય ઠરેલા ઉમેદવારોને ભાજપ ટિકિટ આપી શકે છે. જો આમ થાય તો પક્ષે આંતરિક વિરોધનો સામનો કરવો પડે.

કર્ણાટકમાં સત્તા જાળવવા ભાજપની રણનીતિઃ

By

Published : Oct 1, 2019, 8:09 AM IST

યેદિયુરપ્પાએ કહ્યુ હતું કે પાર્ટી અધ્યક્ષ અમિત શાહ ઈચ્છે છે કે, પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવી 'આપણી જવાબદારી' છે.

યેદિયુરપ્પાએ 2018માં હારેલા અને હાલમાં ટિકિટ ઈચ્છતા દાવેદારોનો વિરોધ શાંત પાડવા તેમને વિવિધ આયોગ, બોર્ડ અને નિગમોમાં જવાબદારી સોંપવાની ખાત્રી આપી છે.

મીડિયા સાથેની વાતમાં તેમણે જણાવ્યુ હતું કે, ' પેટા ચૂંટણીઓ નજીકના દિવસોમાં થશે. 15 બેઠકો ઉપર ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે.' અમિત શાહે કહ્યુ હતું કે, 'રાજીનામું આપનારા અને ભાજપમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા રાખનારા લોકોને ટિકિટ આપવી અમારી જવાબદારી છે.'

આ પણ વાંચોઃ કર્ણાટક પેટાચૂંટણી: ટિકિટ વહેંચણી અંતર્ગત આંતરિક વિખવાદમાં ફસાયું ભાજપ

તેમણે ઉમેર્યુ હતું કે, ' અયોગ્ય ઠરેલા પૂર્વ ધારાસભ્યો જો ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેમને પ્રાધાન્ય અપાશે. તેમની જીતાડવાની જવાબદારી ભાજપના કાર્યકરો અને નેતાઓની છે'

યેદિયુરપ્પાના ટિપ્પણીઓ એ તરફ ઈશારો કરી રહી છે કે, જો જેડીએસ અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યોની ટિકિટ અપાશે તો એ શક્ય છે કે ભાજપમાં આંતરિક વિખવાદ પેદા થાય.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બી.સી.પાટિલે યેદિયુરપ્પાના આ નિવેદનનું સ્વાગત કર્યુ છે. જો કે તેમણે ચોખવટ કરી દીધી હતી કે, અયોગ્ય ઠરેલા ધારાસભ્યોએ ભાજપમાં જોડાવવા અંગે હજુ સુધી મન બનાવ્યુ નથી. તેમણે ઉમેર્યુ હતું કે, ધારાસભ્ય તરીકેની યોગ્યતા અંગે અદાલત કોઈ નિર્ણય કરે ત્યારપછી જ આ બાબતે વિચાર કરાશે.

આ પણ વાંચોઃકર્ણાટક પેટાચૂંટણી: 6 ધારાસભ્યો નક્કી કરશે યેદીયુરપ્પાનું ભવિષ્ય, હાર્યા તો ઘરભેગા

ભાજપે કર્ણાટકમાં પોતાની સત્તા જાળવી રાખવા માટે પેટાચૂંટણીઓમાં ઓછામાં ઓછી 6 બેઠકો જીતવી જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details