નવી દિલ્હી: કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાએ કહ્યું કે, ભારત સરકારે ઘણા કડક નિર્ણયો લીધા છે, તેમજ મોદી સરકારે ગરીબો માટે કામ કર્યું છે.
મોદી-2.0નું એક વર્ષ: નડ્ડાએ કહ્યું- ગરીબો માટે કામ કરવામાં આવ્યું, દેશહિત માટે નિર્ણયો લેવાયા - ત્રિપલ તલાક
દેશમાં નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ મોદી સરકારે કરેલી કામગીરી અંગે જાણકારી આપી હતી.
J P Nadda
કોરોના સંકટ અંગે નડ્ડાએ જણાવ્યું કે, મોટા દેશો આ રોગચાળાના ભોગ બન્યા છે. જો કે ભારતમાં લોકડાઉનને કારણે પરિસ્થિતિ કાબુમાં છે. કોરોના સામેની લડતમાં દેશ હિતમાં સખત નિર્ણયો લેવામાં આવ્યા હતા. આજે ભારતમાં દરરોજ 4.5 લાખ PPE કીટ બનાવવામાં આવી રહી છે.
નડ્ડાએ શું કહ્યું?
- દેશના લોકો કોરોના સામેની લડતમાં સારી કામગીરી કરવા બદલ વડાપ્રધાનની પ્રશંસા કરી રહ્યા છે.
- જમ્મુ-કાશ્મીરમાં દેશના દલિત ભાઈઓને ન્યાય મળી રહ્યો છે.
- ન્યાયની દિશામાં દેશમાં ત્રિપલ તલાક નાબૂદ કરવામાં આવ્યા છે.
- NIAનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.
- બેંકોના મર્જર તેમજ ધિરાણની ક્ષમતામાં વધારો થયો છે.
- કંપનીના કાયદામાં ફેરફારથી ઉદ્યોગપતિઓને ફાયદો થયો છે.
- નાગરિકતા અધિનિયમમાં સુધારો(CAA)એ ઐતિહાસિક નિર્ણય છે.
- અર્થતંત્ર મજબુત કરવા માટે ઘણા મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા છે.