ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પન્ના શહેરમાં લોકડાઉનને અનુસરવા ખુદ યમરાજ શેરીઓમાં ઉતર્યા - પન્ના શહેરમાં લોકડાઉનને અનુસરવા ખુદ યમરાજ શેરીઓમાં ઉતર્યા

પન્નામાં લોકોને લોકડાઉનનું પાલન કરાવવા માટે હવે યમરાજે જાતે જ રસ્તા પર ઉતરવું પડ્યું હતું. યમરાજ લોકોને લોકડાઉનને અનુસરવાની સલાહ આપી રહ્યા છે. અને કહી રહ્યા છે કે ગલીઓમાંમાં બિનજરૂરી રખડવું નહીં.

yamraj
yamraj

By

Published : Apr 9, 2020, 10:47 PM IST

પન્ના: કોરોનાને કારણે, રાજ્યમાં કડક લોકડાઉન છે, જેથી લોકો ઘરની બહાર બિલકુલ ન જઇ શકે. પરંતુ લોકો અનાવશ્યક રીતે ઘર છોડી રહ્યા છે. જેના કારણે હવે યમરાજે ખુદ રસ્તાઓ પર ઉતરવું પડી રહ્યું છે. પન્નાના માર્ગો પર, યમરાજ ખુદ લોકોને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.

પન્નાનો મોહન લાલ નામનો યુવાન જડિયા નાટકોમાં યમરાજની ભૂમિકા ભજવતો હતો, પરંતુ હવે તે તેનો રોલ લોકોને લોકડાઉનને અનુસરે તે માટે કરી રહ્યો છે. યમરાજ બિનજરૂરી રીતે ગલીઓમાં ફરતા લોકોને સમજાવી રહ્યા છે અને લોકડાઉન વિશે પણ જણાવી રહ્યા છે.

યમરાજ લોકોને જણાવી રહ્યા છે કે હું પન્નાના લોકોથી ખૂબ નારાજ છું. કારણ કે કેટલાક અસામાજિક તત્વો લોકડાઉનનાં નિયમોનું પાલન કરી રહ્યાં નથી.તેમણે કહ્યું કે જો તમે લોકડાઉનનું પાલન નહીં કરો તો મારે તમને લોકોને મારી સાથે લઇ જવું પડશે.

ABOUT THE AUTHOR

...view details