ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં ચોકલેટની લાલચ આપી 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ - યાદગીર જિલ્લા

કર્ણાટક: રાજ્યના યાદગીર જિલ્લામાં 4 વર્ષની બાળકી પર 23 વર્ષના યુવકે ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ કર્યુ હતું. સમગ્ર ઘટનનાને કારણે ચકચાર મચી જવા પામી છે.

કર્ણાટક
કર્ણાટક

By

Published : Dec 29, 2019, 9:58 AM IST

પ્રાપ્ત વિગતો મુજબ, કર્ણાટકના યાદગીર જિલ્લામાં 23 વર્ષનો યુવક 4 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે લઈ ગયો હતો. અચાનક થયેલી ઘટનાથી ડઘાયેલી બાળકી ચીસો પાડવા લાગી હતી. બાળકીનો અવાજ સાંભળી તેમના માતા-પિતા આવી ગયા હતા પરંતુ તેના પહેલા જ આરોપી ત્યાથી નાસી છૂટ્યો હતો.

સમગ્ર ઘટના બાદ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમન આરોપી વિરુદ્ધ સુરાપુરા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details