નવી દિલ્હી: એમઆઈયુઆઈ ( MIUI ) ઇન્ડિયાના એક ટ્વિટ મુજબ, MIUI 12 આઇકનમાં, સારુ વિવરણ, નવી કેલેન્ડર સુવિધાઓ, એઆઈ(AI) કોલિંગ, નવી ગોપનીયતા અને સુરક્ષા સાધનો, મલ્ટિ-ટાસ્કિંગ સુવિધાઓ, એનિમેશન અને વોલપેપર્સ સાથે સરળ એનિમેશન ફીચર આપશે.
શાઓમી યુઝર્સ માટે MIUI ફિચર લોન્ચ, આ ફોન્સમાં થશે અપડેટ
અન્ય સુવિધાઓ વચ્ચે ડેટા સુરક્ષાની ખાતરી આપતા ચીની સ્માર્ટફોન નિર્માતા શાઓમીએ તેની ઇન-હાઉસ એન્ડ્રોઇડ આધારિત સ્કિન, MIUI 12નું નવીનતમ સંસ્કરણ ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
MIUI ફિચર લોન્ચ
એમઆઈયુઆઈ ઘણા મહત્વપૂર્ણ અપડેટ્સમાંથી પસાર થયું છે. ભારતની વિશેષ સુવિધાઓ જેમ કે પંચાગ, કોપી ઓટીપી, સ્માર્ટ આઈઆરસીટીસી એસએમએસ, MIUI એસએમએસ કોલર આઈડી વગેરેને એમઆઈ ચાહકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
શાઓમી ઇન્ડિયાના ચીફ ઓપરેટિંગ ઓફિસર મુરલીકૃષ્ણને એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સુવિધાઓ MIUIને એન્ડ્રોઇડની અન્ય સુવિધાઓથી અલગ બનાવે છે.