હૈદરાબાદ : ભારત વૈશ્વિક વ્યવસ્થાનું સભ્ય છે. તેણે વિશ્વ વેપાર સંસ્થા (ડબ્લ્યૂટીઓ)માં હસ્તાક્ષર કર્યા છે. વિશ્વ વેપાર સંસ્થાએ બહુ સ્તરીય સંધિ છે જેનો હેતુ વિશ્વભરમાં મૂડીવાદી 'મુક્ત વેપાર'ને ઉત્તેજન આપવાનો છે. તેઓ આ કામ ટેરિફ, આયાત ડ્યૂટી, સબસિડી દૂર કરવી વગેરે જેવાં વેપાર નિયંત્રણોને દૂર કરવાની તરફેણ કરીને કરે છે. તેમની કાર્યસૂચિ છતાં, વિકાસશીલ રાષ્ટ્રો અને વૈશ્વિક દક્ષિણે તેમના ખેડૂતો માટે રાહતની માગણી કરી છે કારણકે વિકસિત પશ્ચિમી રાષ્ટ્રો અને તેમના વચ્ચેની અસમાનતા ઘણી વિશાળ છે.
ભારતે આ ચળવળને રાહત માટે આગળ કરી છે જેમાં તેની સાથે આફ્રિકી દેશો પણ જોડાયેલા છે. પરંતુ સમય જતાં અમેરિકાના નેતૃત્વમાં વિકસિત રાષ્ટ્રોએ તેનો વિરોધ કર્યો. હવે એક તરફ અમેરિકાના ખેડૂતોને વિશ્વમાં સૌથી વધુ સબસિડી મળતી હતી અને મળે છે, પણ બીજી તરફ અમેરિકા ઈચ્છે છે કે વિકાસશીલ દેશો કેટલાક ખેત ઉત્પાદનોને સુરક્ષાત્મક ટેરિફથી બાકાત રાખે. તેમણે ટેરિફ રેટ ક્વૉટા સ્કીમની યોજના બનાવી જેના દ્વારા વિકાસશીલ રાષ્ટ્રો કૃષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડીને તેના માટે તેમનું બજાર ખોલશે.
બજારમાં પ્રવેશ આપતી ગેટ (GATT)ની કલમ ૨૮નું સન્માન કરવા ભારતે નવી આયાતને છૂટ આપી છે. વર્તમાનમાં, ભારતમાં મકાઈ પર ૫૦ ટકા આયાત ડ્યુટી છે અને અન્ય અનાજ પર ૪૦થી ૬૦ ટકા ડ્યુટી છે. આવું કરવાનું કારણ એ કે ભારતનાં બજારોમાં 'અનાજ ઠાલવવા' સામે સુરક્ષા મળે.
જો આપણે મકાઈની બાબતમાં ઊંડા ઉતરીએ તો, મકાઈના ખેડૂતો માટે આ નિર્ણય ખૂબ જ ખરાબ સમયમાં આવવો જોઈતો નહોતો. રવી મકાઈના ભાવ પહેલેથી જ ઘટેલા છે અને બિહારના ખેડૂતોને પ્રતિ એકર રૂ. ૨૦,૦૦૦નું નુકસાન થઈ રહ્યું છે. મકાઈના ભાવમાં અચાનક કડાકો આવવાનું બીજું કારણ વધુ ઉત્પાદન, સંગ્રહની સુવિધાનો અભાવ વગેરે છે. ભારતીય ઉપખંડમાં આવેલું નવું જંતુ ફૉલ આર્મી વૉર્મ (FAW) મકાઈના ઉત્પાદન માટે મોટો ભય છે. બિહાર, કર્ણાટક અને તેલંગણામાં આ નવું જંતુ જોવા મળ્યું છે. આ પ્રદેશોમાં મકાઈના ખેડૂતોમાં ભય ફેલાવવા લાગ્યો છે કારણકે ભારે જંતુનાશકોના વપરાશ છતાં તેને નિયંત્રિત કરી શકાયું નથી.
ભારતભરમાં મકાઈના ખેડૂતો ભયમાં છે કારણકે દેશમાં કોરોના વાઇરસના કારણે ઘર-વાસ શરૂ થયા તેના લીધે મકાઈના ભાવ તૂટી ગયા છે. મરઘાને ખવડાવાતા અનાજમાં વજનની રીતે મકાઈ ૬૦ ટકા હિસ્સો હોય છે અને સ્ટાર્ચ મેન્યુફૅક્ચરરની સાથે મરઘા ઉછેર ક્ષેત્ર આ પાકના મોટા ગ્રાહકો છે. મરઘા ઉછેર ક્ષેત્રને કોરોના વાઇરસના કારણે મોટો ફટકો પડ્યો છે અને આથી હમણાં તેના તરફથી મકાઈની માગ વધે તેવી શક્યતા નથી.