શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના સોપોરમાં થયેલા આતંકી હુમલામાં જીવ ગુમાવનારા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના ત્રણ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શનિવારે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના આહદ સોબ વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની સેન્ટ્રલ નાકા પાર્ટી અને જમ્મુ-કાશ્મીર પોલીસ પર આતંકવાદીઓએ હુમલો કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરઃ આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના ત્રણ જવાનોને શ્રદ્ધાંજલિ
જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના ત્રણ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરઃ આતંકી હુમલામાં શહીદ થયેલા CRPFના ત્રણ જવાનોને શ્રદ્ધાંજલિ
આ હુમલામાં સેનાના જવાનો રાજીવ શર્મા (વૈશાલી, બિહાર, 42 વર્ષ) સી.બી. ભકડે (બુલધન, મહારાષ્ટ્ર, 38 વર્ષ) અને સત્યપાલસિંહ (સાબરકાંઠા, ગુજરાત, 28 વર્ષ) શહીદ થયા હતા. જ્યારે આ હુમલામાં અન્ય બે સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે.