હૈદરાબાદ : દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા સામેની જાગૃતિ માટે ‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ (WSPD)’ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ આત્મહત્યા રોકવાનો અને તેની સામે જગૃતિ લાવવાનો છે. વર્ષ 2003થી આ દિવસને વિશ્વભરમાં અલગ અલગ પ્રવૃતિઓ સાથે ઉજવવામાં આવે છે.
ઇન્ટરનેશનલ એસોશીએશન ફોર સ્યુસાઇડ પ્રીવેન્શન (IASP), વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (WFMH) સાથે મળીને આ દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરે છે.
આત્મહત્યાને રોકવી એ એક વૈશ્વિક પડકાર છે. વિશ્વમાં તમામ વયના લોકોના મૃત્યુ પામવાના અલગ અલગ કારણોમાંના ટોચના 20 કારણોમાં આત્મહત્યા પણ સામેલ છે. 8,00,000 લોકોના મત્યુ પાછડ આત્મહત્યા કારણભુત છે એટલે કે કહી શકાય કે દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ આંકડાઓ પાછડ કેટલાક વ્યક્તિગત કિસ્સાઓ સામેલ છે જેમાં વ્યક્તિએ અલગ અલગ કારણોસર પોતાના જીવનના ઉદ્દેશ અને મૂલ્યની શોધ કરી હોય છે.
ખોવાયેલુ દરેક જીવન કોઈના જીવનસાથી, બાળક, માતા-પિતા, મિત્ર કે સહકર્મીનુ પ્રતિનીધીત્વ કરે છે. દર એક આત્મહત્યા પાછડ આશરે 135 લોકો આઘાતનો સામનો કરે છે અથવા અન્ય કોઈ રીતે અસરગ્રસ્ત થાય છે. આ આંકડા પરથી કહી શકાય કે દર વર્ષે 108 મીલિયન લોકો આત્મહત્યા સબંધિત વર્તનથી અસરગ્રસ્ત થાય છે. આત્મહત્યા સબંધિત વર્તનમાં આત્મહત્યા, આત્મહત્યાના વિચારો તેમજ આત્મહત્યાના પ્રયત્નોનો સમાવેશ થાય છે. દર એક આત્મહત્યા સામે 25 લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અને તેનાથી અનેકગણા લોકો આત્મહત્યા કરવાના ગંભીર વિચાર ધરાવે છે.
WSPD 2020ની થીમ છે, “આત્મહત્યાને રોકવા માટે એકસાથે મળીને કામ કરવુ”
- આંકડાઓ
છેલ્લા પીસતાલીસ વર્ષમાં આત્મહત્યાના દરમાં 60% જેટલો વધારો થયો છે. આત્મહત્યા એ હવે મૃત્યુના ત્રણ મુખ્ય કારણોમાંનું એક કારણ છે. આત્મહત્યા કરતા આત્મહત્યાના પ્રયત્નોની સંખ્યા વીસગણી વધારે છે.
વિશ્વભરમાં મૃત્યુના કારણોમાં આત્મહત્યા એ પંદરમું મુખ્ય કારણ છે. કુલ મૃત્યુના 1.4% મૃત્યુ આત્મહત્યાને કારણે થાય છે તેમજ વિશ્વમાં દર 1,00,000ની વસ્તીએ 11.4 વ્યક્તિ આત્મહત્યા કરે છે.
15.0/1,00,000 પુરૂષો
8.0/1,00,000 સ્ત્રીઓ
ઘણા યુરોપીયન દેશોમાં 15 થી 24 વર્ષની વયના લોકોમાં આત્મહત્યાએ મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ છે.
વિશ્વસ્તરે આ વયજૂથમાં આત્મહત્યાનો દર મહિલાઓ કરતા પુરૂષોમાં ઉંચો છે. આ ઉપરાંત મોટી વયના કીશોરમાં સ્વ-નૂકસાનનો આંક ઉંચો છે તેમજ મોટી વયની કીશોરીઓના મૃત્યુના કારણોમાં આત્મહત્યા એ મૃત્યુનું બીજુ સૌથી મોટુ કારણ છે.
વર્ષ 2012માં વિશ્વભરના આત્મહત્યાના કુલ કિસ્સાઓમાંથી 76% આત્મહત્યા ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં સામે આવ્યા હતા જેમાં 39% ઘટનાઓ દક્ષિણ-પૂર્વ એશીયાના દેશોમાં બની હતી.
25 દેશોમાં (WHOના સભ્ય દેશોમાં) આત્મહત્યા એ ગુનાહિત પ્રવૃતિ છે. અન્ય 20 દેશોમાં શીરીયાના કાયદા પ્રમાણે આત્મહત્યા માટે જેલની સજાની જોગવાઈ છે.
- આપઘાતની લાગણી શું છે ?
આપઘાતની લાગણી માત્ર અનુવાંશીક, માનસીક, સામાજીક કે સાંસ્કૃતિક જોખમના પરીબળોને કારણે જ નહી પરંતુ ક્યારેક આત્મહત્યા એ માનસીક આઘાત કે નુકસાનને કારણે પણ ઉદભવે છે.
જે લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે તેઓમાં હતાશા એ સૌથી સામાન્ય માનસીક વિકાર છે.
ઉંચી આવક ધરાવતા દેશોમાં જેઓ આત્મહત્યા કરીને મૃત્યુ પામે છે તેવા લોકોમાંના 50% લોકોમાં તેમના મૃત્યુ સમયે તેઓ ગંભીર માનસીક બીમારીમાંથી પસાર થતા હોય છે.
દર એક આત્મહત્યા સામે 25 લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે અને આત્મહત્યાને કારણે થયેલા દરેક મૃત્યુને કારણે આશરે 135 લોકો અસરગ્રસ્ત થાય છે. તેનો મતલબ છે કે દર વર્ષે વિશ્વમાં 108 મીલિયન લોકો આત્મહત્યાને કારણે આઘાતમાં ધકેલાય છે.
જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે તેના સબંધિઓ અને નજીકના મીત્રોને પણ આત્મહત્યાનું જોખમ રહે છે તેની પાછડ નીચેના કારણો જવાબદાર છે:
- ગુમાવેલી વ્યક્તિને કારણે લાગેલો આઘાત
- એક સમાન વાતાવરણ અને પરીવારનુ જોખમ
- સોશીયલ મોડેલીંગની પ્રક્રીયા દ્વારા આત્મહત્યા ચેપી બને છે અને ગુમાવેલા વ્યક્તિ સાથે સંકળાયેલા કલંકનો ભાર
- વ્યક્તિના આપઘાત પહેલાના સંકેતો
- અત્યંત ઉદાસી અથવા વારંવાર મૂડમાં પરીવર્તન આવવું
- હતાશા- ભવિષ્ય માટે આશાની કોઈ લાગણી ન હોવી
- ઉંઘ આવવામાં સમસ્યા- તેના કારણે અનીંદ્રા થઈ શકે છે.
અચાનક દેખાતી સ્વસ્થતા- મેનિયા (ગાંડપણ)ના તરત પહેલા કે પછી જો વ્યક્તિ શાંત દેખાય તો એ નીશાની છે કે વ્યક્તિએ હાર માની લીધી છે અને તેણે પોતાનું જીવન ટુંકાવવાનું નક્કી કરી લીધુ છે.
સામાજીક દુરી- એકલતા, મીત્રો કે પરીવારજનોથી અંતર રાખવુ
ઘાતકી કે પોતાની જાતને નુકસાન પહોંચાડતુ વર્તન – બેકાળજી પૂર્વકનુ ડ્રાઇવીંગ, ડ્રગ્સ કે આલ્કોહોલનું સેવન તેમજ પોતાની જાત પર ઘા પાડવા