ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વ દ્રષ્ટિ દિવસ 2020: તમારી આંખોને તંદુરસ્ત રાખો - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

“સુંદરતા જોનારની આંખોમાં રહેલી હોય છે”, આ સુવાક્ય તમે અવાર-નવાર વાંચ્યું કે સાંભળ્યું હશે, પણ દુર્ભાગ્યે અંધ કે દ્રષ્ટિની ખામી ધરાવનારા ઘણા લોકો માટે આ વાક્ય નિરર્થક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અંદાજ અનુસાર, વિશ્વમાં આશરે 2.2 અબજ લોકો અંધાપા અને દ્રષ્ટિની ખામીથી પીડાય છે. આ પૈકીના એક અબજ લોકોની આ ખામી નિવારી શકાય તેમ છે.

World Sight Day 2020
કોવિડ-19 અને આંખો

By

Published : Oct 8, 2020, 1:34 PM IST

Updated : Oct 8, 2020, 2:10 PM IST

ન્યુઝ ડેસ્ક : “સુંદરતા જોનારની આંખોમાં રહેલી હોય છે”, આ સુવાક્ય તમે અવાર-નવાર વાંચ્યું કે સાંભળ્યું હશે, પણ દુર્ભાગ્યે અંધ કે દ્રષ્ટિની ખામી ધરાવનારા ઘણા લોકો માટે આ વાક્ય નિરર્થક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના અંદાજ અનુસાર, વિશ્વમાં આશરે 2.2 અબજ લોકો અંધાપા અને દ્રષ્ટિની ખામીથી પીડાય છે. આ પૈકીના એક અબજ લોકોની આ ખામી નિવારી શકાય તેમ છે.

આથી, આવી સ્થિતિથી પીડાતી વ્યક્તિઓ તરફ વિશ્વના લોકોનું ધ્યાન ખેંચવા માટે દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારે વિશ્વ દ્રષ્ટિ દિનની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષે 8મી ઓક્ટોબરે યોજાઇ રહેલા આ દિવસની થીમ છેઃ ‘હોપ ઇન સાઇટ’ (દ્રષ્ટિમાં રહેલી આશા).

દ્રષ્ટિ કયા કારણથી ઝાંખી પડે છે?

WHOના જણાવ્યા પ્રમાણે, દ્રષ્ટિ ઝાંખી પડવા પાછળ ઘણાં પરિબળો જવાબદાર હોય છે, જેમાં ડાયાબિટીસ અને ટ્રાકોમા જી બિમારીઓ, વયને કારણે દ્રષ્ટિ ઝાંખી પડવી, મોતિયો વગેરેનો સમાવેશ થાય છે. દ્રષ્ટિની ખામી ધરાવતા મોટાભાગના લોકો 50 કરતાં વધુ વયના છે, જોકે, આ તકલીફ કોઇપણ વયની વ્યક્તિને થઇ શકે છે.

દેશના નેશનલ હેલ્થ પોર્ટલ (NHP) દ્વારા જણાવવામાં આવેલાં ઝાંખી દ્રષ્ટિ પાછળનાં અન્ય કેટલાંક કારણો નીચે પ્રમાણે છેઃ

  • હાઇ માયોપિયા જેવી રિફ્રેક્ટિવ એરર
  • સ્ટ્રેબિસ્મિક એમ્બ્યોપિયા
  • ગ્લુકોમા
  • રેટિનલ ડિટેચમેન્ટ
  • રેટિનાઇટિસ પિગ્મેન્ટોસા
  • રેટિનોપથી ઓફ પ્રિમેચ્યોરિટી
  • ઓપ્ટિક એટ્રોફી
  • હિયરડોમેક્યુલર ડિજનરેશન (સ્ટાર્ગાર્ટ્સ ડિસીઝ)
  • અલ્બિનિઝમ
  • નાઇસ્ટેગ્મસ
  • બ્રેઇન ડેમેજ

તંદુરસ્ત આંખો માટેનાં સૂચનોઃ

  • આંખોને તંદુરસ્ત રાખવા માટે NHPએ કેટલાંક ઉપયોગી સૂચનો આપ્યાં છે, જે નીચે પ્રમાણે છેઃ
  • યોગ્ય આહાર: તમારા આહારમાં લીલાં શાકભાજી અને લાલ ફળો વધુ પ્રમાણમાં લેવાં.
  • ધૂમ્રપાનથી દૂર રહો: ધૂમ્રપાન એ મોતીયા, ઓપ્ટિક નર્વ ડેમેજ અને મેક્યુલર ડિજનરેશન માટેનું જોખમી પરિબળ છે.
  • આંખોને સૂર્યનાં અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે રક્ષણ પૂરું પાડવા માટે સનગ્લાસ પહેરો.
  • જોખમી કાર્ય કરતી વખતે સેફ્ટી ગ્લાસ અથવા રક્ષણાત્મક ગોગલ્સનો ઉપયોગ કરો.
  • કમ્પ્યુટર સ્ક્રીનમાંથી બહાર જુઓ: દર 20 મિનિટે તમારી આંખોને આરામ આપો, 20 ફૂટ દૂરના અંતરે 20 સેકન્ડ સુધી જુઓ.
  • યોગ્ય સ્વચ્છતા જાળવો: આંખોનો સ્પર્શ કરતાં પહેલાં કે આંખો મસળતાં પહેલાં હાથને બરાબર ધોવા જોઇએ.
  • આંખોની નિયમિતપણે તપાસ કરાવવી જોઇએ.
  • આંખના ઇન્ફેક્શન માટે ઓવર-ધ-કાઉન્ટર (OTC) દવાઓ લેવાથી દૂર રહેવું.
  • નિયમિતપણે વ્યાયામ કરવો. નિયમિત વ્યાયામ કરવાથી શરીર તંદુરસ્ત રહેવાની સાથે-સાથે આંખો પણ તંદુરસ્ત થાય છે.

બહેતર દ્રષ્ટિ માટે 8 ખાદ્ય પદાર્થો

જે રીતે જીવનશૈલી વ્યક્તિના સમગ્રતયા આરોગ્ય પર અસર ઉપજાવે છે, તે જ રીતે વ્યક્તિ શું ખાય છે, તે પણ ઘણી મહત્વની ભૂમિકા ભજવે છે. અહીં આંખો માટે શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થોની યાદી આપવામાં આવી છેઃ

  • ઇંડાં
  • બદામ
  • બદામ
  • ગાજર
  • નારંગી
  • માછલી
  • લીલાં પાંદડાંવાળાં શાકભાજી
  • સૂર્યમુખીનાં (સનફ્લાવર) બી
  • કઠોળ

કોવિડ-19 અને આંખો

છેલ્લા કેટલાક સમયથી આપણે કોવિડ-19 મહામારીની વચ્ચે જીવી રહ્યાં છીએ અને અભ્યાસો દર્શાવે છે કે, આ વાઇરસ આંખ થકી પણ ફેલાઇ શકે છે. આથી, લોકોએ આ બાબતે વધુ સાવચેત રહેવાની જરૂર છે. સંક્રમિત થયેલી વ્યક્તિની ખાંસી, છીંક વગેરે દ્વારા હવામાં છૂટતાં છાંટામાં રહેલો વાઇરસ અન્ય વ્યક્તિના મોં, નાક તથા આંખો વાટે તેના શરીરમાં પ્રવેશી શકે છે. આથી, આંખોની જાળવણી કરવા માટે નીચેની ટિપ્સને અનુસરવી જોઇએઃ

ભીડવાળી જગ્યાની મુલાકાત લેતી વખતે વ્યક્તિએ આંખો ઢાંકી રાખવી જોઇએ, આ માટે ચશ્માં ઉપયોગી નીવડી શકે છે.

કોન્ટેક્ટ લેન્સ પહેરનારા લોકોએ થોડા સમય માટે લેન્સ કાઢીને ચશ્માં પહેરવાં જોઇએ.

હાથ ધોયા વિના આંખોનો સ્પર્શ કરવો નહીં કે આંખો મસળવી નહીં.

આંખો માટેની દવા લેવી ચૂકવી નહીં.

ખાસ કરીને ઓપ્થેમોલોજિસ્ટ (આંખના ડોક્ટર)ની મુલાકાત લેતી વખતે યોગ્ય સ્વચ્છતા જાળવવી અને ફિઝીકલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

ટેલિફોન દ્વારા સલાહ મેળવી શકાય છે, આથી, અત્યંત જરૂરી હોય, તો જ ડોક્ટરની મુલાકાત લેવી.

આમ, આંખોની તંદુરસ્તીની અવગણના કરવી જોઇએ નહીં અને લોકોએ નિયમિતપણે, મોટાભાગે દર છ મહિને આંખોની તપાસ કરાવવી જોઇએ. આ ઉપરાંત, પોષણયુક્ત આહાર અને તંદુરસ્ત જીવનશૈલી પણ આંખોની દ્રષ્ટિ જાળવી રાખવામાં મદદરૂપ બની શકે છે.

Last Updated : Oct 8, 2020, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details