વિશ્વ વસ્તી દિવસ 2020: કોવિડ-19ના સમયમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને અધિકારો - UNFPA
વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે.
વિશ્વ વસ્તી દિવસ 2020
By
Published : Jul 11, 2020, 7:01 AM IST
વિશ્વ વસ્તી દિવસ - 2020
આ દિવસ શા માટે ઉજવાય છે :
સમગ્ર વિશ્વમાં વસ્તી વિસ્ફોટ થવાને પગલે સંયુક્ત રાષ્ટ્રોની ગવર્નિંગ કાઉન્સિલ વિશ્વ વસ્તી દિવસ ઉજવવા માટેના પગલાં લેવા તૈયાર થઈ હતી. આ દિવસની પહેલીવાર ઉજવણી 11મી જુલાઈ, 1989ના રોજ થઈ હતી. ઉજવણીનો ઉદ્દેશ વધતી જતી વસ્તીની સમસ્યાનો ઉકેલ લાવવાનો તેમજ લોકોમાં પ્રજનન સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધારવાનો હતો.
"સાતત્યપૂર્ણ વિકાસ માટે વર્ષ 2030 સુધીમાં હાંસલ કરવાનાં લક્ષ્યાંકોનો એજન્ડા તંદુરસ્ત પૃથ્વી ઉપર સહુને માટે ઉજ્જવળ ભવિષ્ય માટે વિશ્વની બ્લુપ્રિન્ટનો છે. વિશ્વ વસ્તી દિવસે અમે નોંધ્યું છે કે આ મિશન વસ્તી વધારો, વૃદ્ધત્વ, સ્થળાંતર અને શહેરીકરણ સહિત ભૌગોલિક પ્રવાહો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલું છે." - યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસ
વસ્તીની સમસ્યાઓ
પરિવાર નિયોજન
જાતીય સમાનતા
બાળવિવાહ
માનવ અધિકારો
સ્વાસ્થ્યનો અધિકાર
બાળકનું સ્વાસ્થ્ય વગેરે
એટલે જ વિશ્વ વસ્તી દિવસે હંમેશા પ્રજનન સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવામાં આવે છે.
વિશ્વ વસ્તી દિવસ 2020 : વિષયવસ્તુ
વિશ્વ વસ્તી દિવસ-2020ની ઉજવણી માટે જાતીય અને પ્રજનન સ્વાસ્થ્યની જરૂરિયાતો તેમજ મહામારી દરમિયાન મહિલાઓ અને છોકરીઓમાં નબળાઈ બાબતે જાગૃતિ ફેલાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
કોવિડ-19 મહામારીને પગલે વિશ્વભરમાં લોકોને, સમુદાયોને તેમજ અર્થવ્યવસ્થાઓને ગંભીર ફટકો પડ્યો છે, પરંતુ બધાને એકસરખી અસર નથી થઈ. વિશ્વભરની મહિલાઓ કોરોનાવાઇરસનો સૌથી વધુ શિકાર બની છે. દુનિયાભરની સપ્લાય ચેઇન્સ ખોરવાઈ ગઈ છે, ગર્ભનિરોધકોની ઉપલબ્ધિ ન હોવાથી ગર્ભાવસ્થાની શક્યતા વધી છે. લોકડાઉનમાં ઘરેલુ હિંસાનો દર પણ વધ્યો હોવાનું જોવા મળ્યું છે.
UNFPAના તાજેતરના સંશોધનમાં એ બાબત ભારપૂર્વક કહેવાઈ હતી કે જો લોકડાઉન છ મહિના ચાલુ રહેશે અને સ્વાસ્થ્ય સેવાઓમાં મોટા વિક્ષેપ ચાલુ રહેશે તો ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોની 4.7 કરોડ મહિલાઓને આધુનિક ગર્ભનિરોધકો મળી શકશે નહીં, જેના પરિણામે 70 લાખ અનિચ્છનીય ગર્ભાવસ્થા જોવા મળશે. જાતિ-આધારિક હિંસાના વધુ 3.1 કરોડ કેસો નોંધાય તેવી પણ સંભાવના છે. UNFPAના ના કાર્યક્રમોમાં વિક્ષેપને કારણે વર્ષ 2020થી 2030 દરમિયાન મહિલાઓમાં જનનાંગની વિકૃતિના 20 લાખ કેસો તેમજ 1.3 કરોડ બાળવિવાહ થશે તેવું અનુમાન છે, જે ટાળી શકાય એમ હતા.
ઉપરાંત, અસલામત શ્રમ બજારોમાં મહિલાઓ અસુરક્ષિત રીતે કામ કરે છે, જેને કોવિડ-19ની આર્થિક અસરો વધુ થાય છે. વિશ્વની લગભગ 60 ટકા મહિલાઓ અનૌપચારિક અર્થતંત્રમાં કામ કરે છે અને તેમના ઉપર ગરીબીમાં ધકેલાઈ જવાનું મોટું જોખમ છે. શાળાઓ બંધ હોવાથી તેમજ વૃદ્ધ લોકોની જરૂરિયાતો વધી હોવાથી મહિલાઓનું વેતન વિનાનું સંભાળ લેવાનું કામ વધ્યું છે.
વિશ્વ વસ્તી દિવસ : ઈતિહાસ
વર્ષ 1968માં વિશ્વના નેતાઓએ જણાવ્યું કે,લોકોને પોતાના બાળકોની સંખ્યા અને કયા સમયે બાળક જોઈએ છે તે સ્વતંત્ર રીતે અને જવાબદારીપૂર્વક નક્કી કરવાનો મૂળભૂત માનવ અધિકાર હોવા જોઈએ. 1989માં વિશ્વ વસ્તી દિવસની સ્થાપના યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી, જે વિશ્વની વસ્તી પાંચ અબજને પાર ગઈ હોવાનું પહેલીવાર 11મી જુલાઈ, 1987ના રોજ નોંધાયું, તે પછી કરવામાં આવી હતી.
સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના 10 દેશો (પહેલી જુલાઈ, 2020)
1. ચીન
1394015977
2. ભારત
1326093247
3. અમેરિકા
332639102
4. ઈન્ડોનેશિયા
267026366
5. પાકિસ્તાન
233500636
6. નાઈજિરિયા
214028302
7. બ્રાઝિલ
211715973
8. બાંગ્લાદેશ
162650853
9. રશિયા
141722205
10. મેક્સિકો
128649565
સંયુક્ત રાષ્ટ્રોના 2019માં પ્રસિદ્ધ થયેલા નવા અહેવાલ મુજબ, વિશ્વની વસ્તી હાલના 7.7 અબજથી આગામી 30 વર્ષમાં બે અબજ જેટલી વધીને વર્ષ 2050માં 9.7 અબજ થવાનું અનુમાન છે.
વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019 એ વાતને સમર્થન આપે છે કે વિશ્વની વસ્તી સતત વધશે. કેટલાક દેશો અને પ્રદેશો અત્યંત ઝડપી વસ્તી વધારો નોંધાવશે,જ્યારે કેટલાક દેશોમાં વસ્તીનું કદ ઓછી પ્રજનન ક્ષમતા અથવા સ્થળાંતરને કારણે ઘટી રહ્યું છે.
મધ્યમ-પ્રકારનાં અનુમાનો મુજબ, વિશ્વ, સાતત્યપૂર્ણ વિકાસનાં ધ્યેય (એસડીજી) પ્રદેશો તેમજ દેશોના ચોક્કસ સમૂહોની કુલ પ્રજનન ક્ષમતા - વર્ષ 1990, 2019, 2050 અને 2100.
મહિલા દીઠ જીવંત જન્મની સરેરાશ સંખ્યા
પ્રદેશ
1990
2019
2050
2100
વિશ્વ
3.2
2.5
2.2
1.9
સબ-સહારન આફ્રિકા
6.3
4.6
3.1
2.1
ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયા
4.4
2.9
2.2
1.9
મધ્ય અને દક્ષિણ એશિયા
4.3
2.4
1.9
1.7
પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા
2.5
1.8
1.8
1.8
લેટિન અમેરિકા અને કેરિબિયન
3.3
2
1.7
1.7
ઓસ્ટ્રેલિયા / ન્યુઝિલેન્ડ
1.9
1.8
1.7
1.7
ઓશનિયા *
4.5
3.4
2.6
2
યુરોપ અને ઉત્તર અમેરિકા
1.8
1.7
1.7
1.8
અત્યંત ઓછા વિકસિત દેશો
6
3.9
2.8
2.1
લેન્ડ-લોક્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ (ટ્રાન્સ ઓશનિક વેપાર ઉપર નભતા)
5.7
3.9
2.7
2
સ્મોલ આઈલેન્ડ ડેવલપિંગ સ્ટેટ્સ (સાતત્યપૂર્ણ વિકાસ માટે સમાન પડકારો ઝીલતા ટાપુ દેશો)
3.2
2.4
2.1
1.8
માહિતી સ્ત્રોત : સંયુક્ત રાષ્ટ્રો, આર્થિક અને સામાજિક બાબતોનો વિભાગ, પોપ્યુલેશન ડિવિઝન (2019), વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019.
આજે સમગ્ર વિશ્વ કોવિડ-19 મહામારીની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આ બીમારી સૌપ્રથમવાર ડિસેમ્બર, 2019માં ચીનના વુહાનમાં પ્રાણીમાંથી મનુષ્યમાં પ્રસરી હતી.