વન આબોહવા પરિવર્તનને નિયંત્રિત કરવા માટે સૌથી અગત્યના ઉકેલો પૈકીના એક છે. પરંતુ ભારતે વર્ષ 2018 સુધીમાં 18 વર્ષમાં 16 લાખ હૅક્ટર વન આવરણ ગુમાવી દીધું છે. સરકારે વર્ષ 2015 સુધીમાં પાંચ વર્ષમાં 1 કરોડ વૃક્ષોનું છેદન થવા દીધું હતું. ભારતના સુરક્ષિત વિસ્તારો અને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્રોમાં 500થી વધુ પ્રૉજેક્ટો નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાની (NDA) સરકારના જૂન 2014થી 2018 દરમિયાન પ્રથમ ચાર વર્ષમાં રાષ્ટ્રીય વન્યજીવન બૉર્ડ દ્વારા મંજૂર કરાયા હતા. તેની સરખામણીએ તે અગાઉની સંયુક્ત પ્રગતિશીલ મોરચા (UPA) સરકારે વર્ષ 2009થી 2013 દરમિયાન 260 પ્રૉજેક્ટ મંજૂર કર્યા હતા.
જો આ જ ઢબે ચીજો ચાલુ રહી તો ભારતમાં કુલ ખેડૂતોના 80 ટકા કે જે નાના અને સીમાંત ખેડૂતો છે તેમને નજીકના ભવિષ્યમાં બહુ જ ખરાબ અસર થશે. સંયુક્ત રાષ્ટ્રોના આંકડા પ્રમાણે, દૂધ, કઠોળ અને શણમાં વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને ચોખા, ઘઉં, શેરડી, મગફળી, શાકભાજી, ફળ અને કપાસમાં વિશ્વના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે સ્થાન પામતા ભારત જેવા કૃષિ પ્રધાન અર્થતંત્રમાં ખાદ્ય સુરક્ષાનું જોખમ ઊભું થશે. જમીન ક્ષારણ અને તેના પરિણામે થનાર આબોહવા પરિવર્તનના લીધે પશુધનના વિકાસ ઉને ઉત્પાદકતા પર પણ અસર થશે. આ બીજા કોઈએ નહીં પરંતુ આબોહવા પરિવર્તન પર આંતરસરકાર પેનલ (IPCC) કે જે સંયુક્ત રાષ્ટ્રોની આંતર સરકાર સંસ્થા છે તેણે આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરીને કહ્યું હતું. વન આવરણની નુકસાનીથી ભારત વાર્ષિક રીતે તેના જીડીપીના 1.4 ટકા જેટલી નુકસાનીનો સામનો કરે છે, તેમ દિલ્હી સ્થિત એનજીઓ ઊર્જા અને સંસાધન સંસ્થાન (ટેરી)એ કરેલા અભ્યાસમાં કહેવાયું છે. આબોહવા પરિવર્તનના મહત્ત્વના પ્રશ્નનો સામનો કરતા ભારત જેવા દેશમાં જમીનના ધોવાણના કારણે ગ્રીનહાઉસ વાયુ (GHG) કાર્બન ડાયૉક્સાઇડ (CO2)ને શોષવાની તેની ક્ષમતા પણ ગુમાવશે. આ વાયુ વૈશ્વિક ઉષ્ણતા બગાડવા માટે મહત્ત્વનું પરિબળ છે. પૃથ્વી પર 10 લાખ પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. આનાથી વૈશ્વિક ખાદ્ય સુરક્ષા પર જોખમ છે જેનું મોટું કારણ નિવાસસ્થાન ગુમાવવું અને જમીન ધોવાણ કરવું તે છે.
ભારત સરકારે સમજ્યું છે કે આદિવાસીઓ અને અન્ય સ્વદેશી લોકો જેમની પાસે સ્થાનિક પર્યાવરણ પ્રણાલિનું જ્ઞાન છે તેઓ વનની રક્ષામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. નિર્ણય લેવામાં અને પ્રશાસનમાં તેમની સહભાગિતાથી પર્યાવરણ પ્રણાલિ રક્ષવામાં મદદ મળશે. આ પ્રણાલિમાં જમીન ક્ષારણથી રક્ષા, વનની રક્ષા અને આ રીતે આબોહવા પરિવર્તન સામેના ફેરફારોને ઉત્તેજનનો સમાવેશ થાય છે. વર્ષ 2006માં પસાર કરાયેલો વન અધિકાર અધિનિયમ આબોહવા કાર્યોનું નિયંત્રણ કરવામાં ઉત્કૃષ્ટ સાધન હોઈ શકે કારણકે કાયદો આદિવાસીઓ અને અન્ય પરંપરાગત વનવાસીઓના વન્ય જમીન અને કુદરતી સંસાધનો, જેનો તેઓ અનેક પેઢીઓથી ઉપયોગ કરતા આવ્યા છે, તેમાં પ્રવેશ, તેના પ્રબંધન, તેની રક્ષા અને તેના પ્રશાસનના અધિકારોને માન્યતા આપે છે. પરંતુ એફઆરએ હેઠળ અધિકારોની માન્યતાની પ્રક્રિયા ઘણી ધીમી છે. સરકાર 30 એપ્રિલ 2019ની સ્થિતિએ 1.293 કરોડ હૅક્ટર વન પર એફઆરએ દાવાનું સમાધાન કરવા સફળ રહી છે. જ્યારે દેશભરમાં સંભવિત 4 કરોડ હૅક્ટર વન્યજમીન છે. આ ઉપરાંત, ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલા એક કેસમાં જેમના એફઆરએ દાવાઓ નકારાયા છે તેવા 20 લાખ વનવાસીઓનો અધિકાર લઈ લેવા જોખમ ઊભું થયું છે. હાલમાં 21 રાજ્ય સરકારો અસ્વીકારાયેલા તમામ દાવાઓની સમીક્ષા કરવાની પ્રક્રિયામાં છે.
ભારતમાં ક્ષાર અને ખરાબ હવામાન ઘટનાઓ તેમજ અન્ય માનવ પ્રવૃત્તિઓના કારણે જળ અને પાણીમાં જે બગાડ આવ્યો છે તેના લીધે જમીનના ધોવાણથી રૂ. 72 હજાર કરોડનું નુકસાન ગયું છે જે વર્ષ 2018-19માં રૂ. 58 હજાર કરોડના કૃષિ અંદાજપત્ર કરતાં વધુ હતું તેમ ‘ટેરી’નો અભ્યાસ કહે છે. આ મુદ્દો ભારત માટે પ્રાસંગિક છે કારણકે ભારત તેની વધતી જતી વસતિને ખોરાક આપવા સંઘર્ષ કરી રહ્યું છે. વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં 119 દેશોની યાદીમાં ભારત વર્ષ 2017માં 103મા ક્રમે આવ્યું હતું જે વર્ષ 2017માં 100મા ક્રમેથી ત્રણ પગથિયાં નીચે હતું.