ગુજરાત

gujarat

ETV Bharat / bharat

28 જુલાઇ : વર્લ્ડ હિપેટાઇટિસ ડે 2020 - હિપેટાઇટિસના લક્ષણો

દર વર્ષની જુલાઈ 28 એ વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ વર્ષે થીમ "હિપેટાઇટિસ મુક્ત ભવિષ્ય" છે. તે વિશ્વભરમાં વાઇરલ હિપેટાઇટિસ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે.

વર્લ્ડ હિપેટાઇટિસ ડે 2020
વર્લ્ડ હિપેટાઇટિસ ડે 2020

By

Published : Jul 28, 2020, 8:00 PM IST

ન્યૂઝ ડેસ્ક:સંયુક્ત પ્રયત્નોથી હિપેટાઇટિસ મુક્ત ભવિષ્ય પ્રાપ્ત થાય છે. ડબ્લ્યુએચઓ એ 2030 સુધીમાં જાહેર આરોગ્યના ખતરા તરીકે વાઇરલ હેપેટાઇટિસને દૂર કરવા માટે બધા દેશો સાથે મળીને કામ કરવા હાકલ કરી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના જણાવ્યા અનુસાર, હિપેટાઇટિસ બી અને સી મૃત્યુનાં સૌથી સામાન્ય કારણ છે.

28 મી જુલાઈની તારીખની પસંદગી કરવામાં આવી છે કારણ કે તે 1967 માં અને હિપેટાઇટીસ બી વાઇરસની શોધ કરનાર ડો. બરુચ બ્લૂમબર્ગની યાદમાં ઉજવવામાં આવે છે, ત્યારબાદ 2 વર્ષ પછી પ્રથમ હિપેટાઇટિસ બી રસી વિકસાવવામાં આવી હતી. આ માટે તેમને નોબેલ પુરસ્કાર પણ જીત્યો હતો.

હિપેટાઇટિસ શું છે?

હિપેટાઇટિસ એ લીવરનું ઇન્ફ્લેમેશન છે, જે સામાન્ય રીતે વાઇરલ સંક્રમણના કારણે થાય છે. ત્યાં પાંચ મુખ્ય હિપેટાઇટિસ વાઇરસ છે, જેને એ, બી, સી, ડી અને ઇ પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. " તે બધા લીવરને અસર કરે છે, જો કે, તે તીવ્રતા, ટ્રાન્સમિશનની રીત, વગેરેના આધારે જુદા પડે છે.

હિપેટાઇટિસના પ્રકારો

હિપેટાઇટિસ A

સામાન્ય રીતે દૂષિત ખોરાક અથવા બીજા ચેપગ્રસ્ત વ્યક્તિના મળ દ્વારા , દૂષિત પાણીના વપરાશ દ્વારા ફેલાય છે.

હિપેટાઇટિસ B

તે લોહી, યોનિમાર્ગ સ્ત્રાવ અથવા વીર્ય જેવા ચેપી શરીરના પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે જેમાં હિપેટાઇટિસ B વાયરસ હોય છે.

હિપેટાઇટિસ C

તે સામાન્ય રીતે ઈન્જેક્શન અને જાતીય સંપર્ક દ્વારા, અથવા શરીરના પ્રવાહી સાથે સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.

હિપેટાઇટિસ D

તે લીવરનો ગંભીર રોગ છે, ચેપગ્રસ્ત લોહીના સીધા સંપર્ક દ્વારા ફેલાય છે.

હિપેટાઇટિસ E

તે એક પાણીજન્ય રોગ છે, જે મુખ્યત્વે અપૂરતી સ્વચ્છતાના ક્ષેત્રોમાં જોવા મળે છે અને સામાન્ય રીતે ફીકલ મેટરના વપરાશથી થાય છે જે પાણીનો પુરવઠો દૂષિત કરે છે.

લક્ષણો

ઘણા લોકો હળવા અથવા તો કોઈ કોઇપણ લક્ષણોનો અનુભવ નથી કરતા. જો કે, કેટલાકમાં, લક્ષણો ગંભીર પણ હોઈ શકે છે.

હિપેટાઇટિસ A,B અને Cમાં આ લક્ષણો શામેલ હોઈ શકે છે:

તાવ

ભૂખ ઓછી થવી

ઝાડા

ઉબકા

કમળો

થાક

પેટ નો દુખાવો

હિપેટાઇટિસ D

તે ફક્ત એવા લોકોમાં જોવા મળે છે જે પહેલાથી જ હેપેટાઇટિસ બીથી ચેપગ્રસ્ત હોય અને વાઇરસની ડ્યુઅલ અસર ચેપને વધુ તીવ્ર બનાવી શકે છે અને સિરોસિસની પ્રગતિને પણ વેગ આપી શકે છે. તેમ છતાં, ક્રોનિક હિપેટાઇટિસ Dનો વિકાસ ખૂબ સામાન્ય નથી.

હિપેટાઇટિસ E

હળવો તાવ

ભૂખ ઓછી થવી

ઉબકા, ઉલટી

પેટનો દુખાવો

ત્વચા પર ફોલ્લીઓ અને ખંજવાળ

સાંધાનો દુખાવો

કમળો

ઘાટો પેશાબ

વહેલા નિદાન, યોગ્ય સારવાર અને સમયે રસીકરણથી વાઇરલ હિપેટાઇટિસથી બચી શકાય છે. ડોકટરોએ સ્ટરિલાઇઝ તબીબી સાધનોનો ઉપયોગ સુનિશ્ચિત કરવો જોઈએ. તમારા જીવનસાથી સાથે સુરક્ષિત સંભોગની ખાતરી કરો, સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક અને પાણીનો વપરાશ કરો.

ટેટૂઝ માટે સ્ટરિલાઇઝ સોયનો ઉપયોગ કરો.

ABOUT THE AUTHOR

...view details