નવી દિલ્હીઃ આજે વિશ્વમાં લગભગ 200થી વધારે દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે, ત્યારે આ સમયમાં 7 એપ્રિલના રોજ મનાવવામાં આવતો વિશ્વ સ્વાસ્થ્ય દિવસ (World Health Day 2020)નું મહત્વ વધારે વધી જાય છે. આજે દુનિયાભરમાં સ્વાસ્થ્ય કર્મીઓ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સેવામાં અને તેમની જાન બચાવવામાં લાગી ગયો છે.
કોરોનાના સંકટ વચ્ચે સમગ્ર વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાયો હતો, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર એકબીજાના સારા સ્વાસ્થ્યની કામના ન કરીએ, પરંતુ કોરોના સામે જંગમાં ખંત પૂર્વક પોતાનું કામ કરી રહેલા તબીબો, નર્સ, મેડિકલ સ્ટાફ, લેલ્થ વર્કર્સને પણ યાદ કરીએ તેવી અપીલ કરી હતી. આ ઉપરાંત તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા પણ અપીલ કરી હતી. મોદીએ વર્ષ ભર ફિટનેસને મહત્વ આપીએ તેનાથી સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.
દર વર્ષે 7 એપ્રિલને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Day 2020) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 1950 માં WHO દ્વારા કરવામાં આવી હતી. આ યૂનાઈટેડ નેશન એટલે કે, સંયુક્ત રાષ્ટ્રનો ભાગ છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય વિશ્વની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર નજર રાખવા અને તેનું નિવારણ કરવામાં મદદ કરે છે.
વડાપ્રધાને સોમવારે કેન્દ્રીય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ કરીને ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું કે, લોકડાઉન ખતમ થયા બાદ 10 નિર્ણય અને 10 પ્રાથમિકતાઓની એક યાદી બનાવવામાં આવી છે. આ તમામ તરફથી સતત મળી રહેલા પ્રતિક્રિયાઓ, આ આપત્તિ સાથેના નિવેડાની રણનીતિ બનાવવામાં પ્રભાવી રહી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, સરકાર પાકની લણવાની આ સિઝનમાં ખેડૂતોની દરેક શક્ય મદદ કરશે. તેમણે ખેડૂતોને મંડીઓ સાથે જોડવા માટે કેબ સર્વિસની જેમ એપ આધારે ટ્રક સેવા ઉપલબ્ધ કરાવવાનું સૂચન પણ આપ્યું હતું.