ન્યૂઝ ડેસ્ક : 21મી સપ્ટેમ્બરએ વિશ્વ કૃતજ્ઞતા દિવસ છે, આપણી પાસે જે છે, તેના માટે કૃતજ્ઞ થવાનો અને વિશ્વ સાથે મળીને કૃતજ્ઞતાની ઊજવણી કરે, તેનો દિવસ. થોડો સમય લઇને ભૂતકાળ તરફ નજર કરીને આપણે જેના પ્રત્યે કૃતજ્ઞ હોઇએ, તે તમામ બાબતો વિશે વિચારવાથી આપણે વિનમ્ર બનીએ છીએ અને સાથે જ આ પ્રક્રિયા આપણી પ્રસન્નતા તથા માનસિક આરોગ્ય સુધારે છે. કૃતજ્ઞતા અથવા તો આભારની લાગણી એક શક્તિશાળી સંવેદના છે અને તેના અગણિત ફાયદા રહેલા છે, તેનાથી આપણને સકારાત્મક ઊર્જા મળે છે, ઊંઘ સારી આવે છે, સતર્કતા વિકસે છે અને આ સિવાય પણ ઘણા ફાયદા રહેલા છે.
વિશ્વ કૃતજ્ઞતા દિવસ અથવા તો વર્લ્ડ ગ્રેટિટ્યૂડ ડે યુનાઇટેડ નેશન્સ માટે રજાનો દિવસ છે. 1965માં યુનાઇટેડ નેશન્સના હવાઇ સ્થિત બિલ્ડીંગના મેડિટેશન સેન્ટર ખાતે થેન્ક્સગિવિંગ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં ત્યાં મેડિટેશન ટિચર અને યુએન મેડિટેશન ગ્રૂપના ડિરેક્ટર શ્રી ચિન્મયે વિશ્વભરનાં લોકોને કૃતજ્ઞતા માટે એક કરવા વિશેષ રજા રાખવાનું સૂચન કર્યું હતું. ત્યાં ઉપસ્થિત લોકોએ દર વર્ષે 21મી સપ્ટેમ્બરના રોજ તેમના દેશમાં કૃતજ્ઞતા મિટિંગનું આયોજન કરવાનું વચન આપ્યું. 1977માં શ્રી ચિન્મયના કાર્યને બિરદાવવાસ્વરૂપે યુએન મેડિટેશન ગ્રૂપે વિશ્વ કૃતજ્ઞતા દિવસને અધિકૃત બનાવવાની વિનંતી કરી. ત્યારથી વિશ્વ કૃતજ્ઞતા દિન વાર્ષિક આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ બન્યો છે.
આ વર્ષે આપણે કોના પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઇએ