ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી ઝૂ ખાતે 'વિશ્વ હાથી દિવસ' ઉજવાયો, વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું - Delhi zoo

દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં બુધવારે વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ નિમિત્તે હાથીઓ માટે વિશેષ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન સહિત વિશ્વમાં હાથીઓની સુરક્ષા અને સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

દિલ્હી ઝૂ ખાતે 'વિશ્વ હાથી દિવસ' ઉજવાયો, વિશેષ કાર્યક્રમોનું થયું આયોજન
author img

By

Published : Aug 12, 2020, 10:24 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના ઝૂમાં વિશ્વ હાથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ઝૂના હાથીઓ માટે વિશેષ ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં તેમને તરબૂચ, ખરબુચ, ખીરા, કેળા, કેળના પાન, ખીચડી, રોટલી અને ગોળ ખવડાવવામાં આવ્યા.

in article image
દિલ્હી ઝૂ ખાતે 'વિશ્વ હાથી દિવસ' ઉજવાયો, વિશેષ કાર્યક્રમોનું થયું આયોજન

આ દરમિયાન 'કિપર્સ ટોક'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ હાથીઓની દરરોજ દેખભાળ રાખતા કર્મચારીઓએ તેમના અનુભવો જણાવ્યા હતા. અંતમાં ઝૂ ના નિર્દેશક રમેશકુમાર પાંડેએ સૌ કર્મચારીઓને કોપર બોટલનું વિતરણ કર્યું હતું.

ઉપરાંત સ્કૂલના બાળકોને પણ આ ઉજવણીમાં સામેલ કરવા ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં પેઇન્ટિંગ તથા પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન થયું હતું.

ABOUT THE AUTHOR

...view details