14 નવેમ્બર એટલે આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ છે. 1922માં ઇનસ્યુલિનની શોધમાં મોટું પ્રદાન આપનાર, ફ્રેડરીક બેન્ટિંગના જન્મ દિવસે દર વર્ષે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબીટીસ ડેની ઉજવણી થાય છે. આ વર્ષે ઉજવણીનું સૂત્ર છે, પરિવાર અને ડાયાબિટીસ. ડાયાબિટીસ તે બિનચેપી પરંતુ અનિયમિત જીવનશૈલીને કારણે થતો રોગ છે. ડાયાબીટીસ ટાઇપ વન અને ટૂ હૃદય અને કિડની સંબંધી રોગોને નોતરે છે. આ સંજોગોમાં આજના દિવસે ડાયાબીટીસ અને તેના ઉપચાર વિશે જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તમામ પરિવારોને પરવડે તે ભાવે ડાયાબીટીસ ઔષધો મળી રહે તે માટે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રયત્નશીલ છે.
ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે એકવાર તમારા શરીરમાં દેખાય પછી જીવનપર્યંત તમારે દવાઓના સહારે જીવવું પડે છે. આ રોગનું સૌથી ખરાબ પાસુએ છે કે, તે તમારા શરીરમાં ઘણી અન્ય રોગોને પણ આમંત્રિત કરે છે. જેના કારણે શરીરના ઘણા ભાગ આંખો, કિડની અને હૃદય જેવા નુકસાન પહોંચાડે છે. આ જટિલ રોગના સમયસર નિદાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે કે, નહિ તે આ લક્ષણોને લીધે જાણી શકાય છે.