ગુજરાત

gujarat

ETV Bharat / bharat

30 જુલાઈ: માનવ તસ્કરી સામેની જાગૃતિનો દિવસ - પશ્ચીમ બંગાળ

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ વર્ષ 2013માં માનવ તસ્કરી વિરૂધ ઠરાવ A/RES/68/192 પસાર કરીને 30 જૂલાઇને માનવ તસ્કરી સામેના જાગૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ ઠરાવમાં કહેવામાં આવ્યુ છે કે માનવ તસ્કરીનો ભોગ બનતા લોકોની પરીસ્થીતિ માટે લોકોમાં જાગૃતિ લાવવા અને માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોના હક માટે લડત આપવા માટે આ પગલુ લેવુ જરૂરી છે.

30 જુલાઈ: માનવ તસ્કરી સામેની જાગૃતિનો દિવસ
30 જુલાઈ: માનવ તસ્કરી સામેની જાગૃતિનો દિવસ

By

Published : Jul 30, 2020, 1:49 PM IST

યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) એ વર્ષ 2013માં માનવ તસ્કરી વિરૂધધ ઠરાવ A/RES/68/192 પસાર કરીને 30 જૂલાઇને માનવ તસ્કરી સામેના જાગૃતિ દિવસ તરીકે જાહેર કર્યો છે. આ ઠરાવમાં કહેવામાં આવ્યુ છે કે માનવ તસ્કરીનો ભોગ બનતા લોકોની પરીસ્થીતિ માટે લોકોમાં જાગૃતિ લાવવા અને માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોના હક માટે લડત આપવા માટે આ પગલુ લેવુ જરૂરી છે.

માનવ તસ્કરી શું છે ?

યુનાઇટેડ નેશન્સે માનવ તસ્કરીની વ્યાખ્યા આપતા કહ્યુ છે કે, “શોષણના હેતુથી કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓની બળપૂર્વક કે અન્ય કોઈ સખ્તીનો ઉપયોગ કરીને ભરતી કરવી, હેરફેર કે તેની બદલી કરવી, આશ્રય આપવુ અથવા કોઈને ખરીદવા અથવા અપહરણ કરવુ, તેની સાથે છેતરપીંડી કરવી, તેની શક્તિનો દુરૂપયોગ કરવો અથવા તની નબળાઈનો ફાયદો ઉઠાવવો અથવા પૈસાની લેતી દેતી કરીને કોઈ વ્યક્તિ પરના નિયંત્રણ મેળવવા માટેના હક ખરીદવા કે વેચવાનો માનવ તસ્કરીમાં સમાવેશ થાય છે.”

માનવ તસ્કરી એ એક એવો ઘૃણાસ્પદ અપરાધ છે જે વિશ્વમાં દરેક જગ્યાએ પ્રવર્તે છે અને દરેક ક્ષેત્રને અસર પહોંચાડે છે. યુએન ઓફિસ ઓફ ડ્રગ્સ એન્ડ ક્રાઇમના (UNODE) સર્વે પ્રમાણે, અત્યાર સુધી મળી આવેલા પીડિતોમાં 72% પીડિતો મહિલાઓ એને બાળકીઓ છે અને પીડિત બાળકોનો આંકડો વર્ષ 2004 થી વર્ષ 2016માં લગભગ બમણો થયો છે.

મોટાભાગના પીડિતોની તસ્કરી આ હેતુથી કરવામાં આવી છે:

ઘરેલુ સેવા: ઘરોમાં કામ કરતા લોકોને જે તે જગ્યા પર કામ કરાવવા માટે બળ કે દબાણનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત કપટપૂર્વક એવી પરીસ્થીતિનું નિર્માણ કરવામાં આવે છે જ્યાંથી તેમના માટે નીકળવાનો કોઈ માર્ગ ન રહે.

સેક્સ ટ્રાફીકીંગ: મહિલા, પુરૂષ કે બાળકોને છેતરપીંડીથી, દબાણપૂર્વક કે બળજબરીથી કોમર્શીયલ સેક્સ ઇન્ડસ્ટ્રીમાં ધકેલવામાં આવે છે અને તેમની ઈચ્છા વિરૂધ્ધ પણ તેમને ત્યાં રહેવાની ફરજ પાડવામાં આવે છે.

બળજબરી પૂર્વકની મજૂરી:વ્યક્તિ પાસે ધાકધમકીથી મફત કામ કરાવવામાં આવે છે. આ મજૂરોની મીલ્કત તરીકે ગણતરી કરવામાં આવે છે અને વ્યવસાયીક ઉત્પાદનના વેચાણ માટે તેમનું શોષણ કરવામાં આવે છે.

બોન્ડેડ લેબર: એવા મજૂરો કે જેઓ દેવુ ચુકવવાના બદલામાં જે તે વ્યક્તિને ત્યાં મજૂરી કરે છે અને તેનું દેવુ ભરપાઈ કરે છે. જ્યાં સુધી દેવુ ભરપાઈ ન થાય ત્યાં સુધી તેઓ કામ છોડી શકતા નથી. આ પ્રકારે કરાવવામાં આવેલી મજુરી કે ગુલામીની પદ્ધતિ વિશ્વમાં સૌથી વધુ જોવા મળે છે.

બાળ મજૂરી:બાળકો પાસે કરાવવામાં આવતી બળજબરી પૂર્વકની મજૂરી, ઘરકામ માટે કરાવવામાં આવતી સેવા કે સેક્સ ટ્રાફીકીંગનો બાળમજૂરીમાં સમાવેશ થાય છે.

વ્યક્તિની ઈચ્છા વિરૂધ્ધના લગ્ન: બાળકો અને મહિલાઓ પાસે તેમની સંમતિ કે ઈચ્છા વિરૂધ્ધ લગ્ન કરાવવામાં આવે છે. ગરીબીનો સામનો કરી રહેલા લોકોથી લઈને યુદ્ધમાં કેદી બનાવાયેલા તેમજ ભેદભાવોનો સામનો કરી રહેલા અશક્ત લોકોનો તસ્કરો અને આતંકી જૂથો શીકાર કરે છે અને તેમને બળજબરી પૂર્વક લગ્ન કરવા માટે મજબૂર કરે છે.

યુનાઇટેડ નેશન્સની ગુડવીલ એમ્બેસેડર તરીકે કામ કરી રહેલી પહેલી તસ્કરીનો ભોગ બનેલી નાદીયા મુરાદને જાતીય હિંસા અને તસ્કરીને રોકવા માટેના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લેવાતા પગલાને પ્રોત્સાહિત કરવા માટે, તેને વેગ આપવા માટે વર્ષ 2018માં નોબેલ પીસ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો.

ભારતમાં માનવ તસ્કરી

ભારતમાં 20 થી 65 મીલિયન લોકો માનવ તસ્કરીથી અસરગ્રસ્ત છે. સેક્સના વ્યાપારીકરણમાં અને બળજબરીપૂર્વક લગ્ન કરાવવા માટે ભારતમાં દેશની અંદર જ મહિલાઓ અને છોકરીઓની તસ્કરી કરવામાં આવે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં મહિલાઓનું જાતિયપ્રમાણ ખુબ નીચુ છે. નોંધપાત્ર આંકડાના બાળકોને ફેક્ટ્રીમાં મજૂર તરીકે, ઘરકામમાં સેવક તરીકે, ભિખારી તરીકે કે પછી ખેતરમાં મજૂર તરીકે કામ કરાવીને તેમનું શોષણ કરવામાં આવે છે જ્યારે અન્ય કેટલાક બાળકોનો બળવાખોર કે આતંકી સંગઠનો દ્વારા બાળ સૈનિકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં માનવ તસ્કરી સબંધીત બંધારણીય અને કાયદકીય જોગવાઈઓ

એન્ટી ટ્રાફીકીંગ સેલ (ATC): ગૃહ વિભાગ મંત્રાલયમાં (MHA) એન્ટી-ટ્રાફીકીંગ નોડલ સેલની સ્થાપના કરવામાં આવી છે. માનવ તસ્કરીના અપરાધને રોકવા માટે જુદી જુદી રાજ્ય સરકારોએ લીધેલા પગલા વિશે પુછપરછ કરવા તેમજ માહિતી મેળવવા માટે CS Division કામ કરે છે.

યુનીયન મીનીસ્ટર મેનકા ગાંધીએ વર્ષ 2018માં એન્ટી ટ્રાફીકીંગ બીલ રજૂ કર્યુ હતુ. બીલ લોકસભામાં પસાર થયુ પરંતુ રાજ્ય સભામાં તે પસાર ન થઈ શક્યુ અને આ બીલ અટકી પડ્યુ.

કાયદામાં જિલ્લા, રાજ્ય અને કેન્દ્ર કક્ષાએ સંસ્થાકીય પદ્ધતિઓ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. મજૂરી કરાવવા માટે, બાળકનો મેળવવા માટે, અથવા જ્યાં વ્યક્તિને AIDS જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના રહે છે તેવા કેમીકલ અથવા હોર્મોન્સના પ્રયોગ માટેની કામગીરી કરાવવા માટે લોકોની હેરફેરનો તસ્કરીમાં સમાવેશ થાય છે. આ ગુનાઓ માટે દસ વર્ષની સખત જેલની સજા તેમજ ઓછામાં ઓછા એક લાખના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ બીલમા તસ્કરીના કેસનું સંકલન, દેખરેખ અને તેના પર નીયંત્રણ રાખવા માટે નેશનલ એન્ટી-ટ્રાફીકીંગ બ્યુરોની (NATB) સ્થાપના કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. દસ કરોડ રૂપિયાની પ્રારંભીક ફાળવણી સાથે તેમાં રાહત અને પુનર્વસન સમીતિ અને પુનર્વસન ફંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં ગુનાના કમીશન માટે વપરાયેલી સંપત્તીને જપ્ત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ભારતમાં કાયદાકીય જોગવાઈ

ભારતના બંધારણની કલમ 23 (1)માં માનવ તસ્કરી અને વ્યક્તિને બળજબરી પૂર્વક મજૂરી કરવા માટેની ફરજ પાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

કલમ 23(1)- માનવ તસ્કરી અથવા બળજબરી પૂર્વક કરાવવામાં આવતી મજૂરી પર કાયદાકીય પ્રતિબંધ છે અને આ જોગવાઈનું ઉલ્લંઘન કરનારને કાયદા મુજબ સજા પણ થઈ શકે છે.

કમલ 21 – સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતુ કે જીવન જીવવાના અધિકારમાં ફક્ત શારીરિક અધિકારનો જ નહી પરંતુ તેમાં માન સમ્માન સાથે જીવવાના અધિકારનો પણ સમાવેશ છે.

2) The Immoral Traffic (Prevention) Act, 1986 (ITPA) વ્યવસાયીક જાતીય શોષણને દંડને પાત્ર માને છે.

3) Bonded Labour System (Abolition) Act 1976, Child Labour (Prohibition and Abolition) Act 1986 અને Juvenile Justice Act પ્રમાણે ભારતમાં બોન્ડેડ લેબર કે બળજબરી પૂર્વક કરાવવામાં આવતી મજૂરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

4) ઇન્ડીયન પીનલ કોડના સેક્શન 366(A) અને 372માં અનુક્રમે અપહરણ અને સગીરોને દેહવ્યાપારમાં ધકેલવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

5) આ ઉપરાંત Factories Act 1968માં કામદારોના હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી છે.

ભારતમાં હાલની પરીસ્થિતિ

ગૃહ મંત્રાલય દ્વારા 332 જીલ્લાઓમાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTUs) બનાવવા માટે આર્થિક સહાયની ખાતરી આપવામાં આવી છે.

વર્ષ 2018માં રાજ્યો અને કેન્દ્ર શાસીત પ્રદેશો દ્વારા NCRBને અપાયેલા આંકડા મુજબ ગુમ થયેલા બાળકોની સંખ્યા 67,134 છે.

National Investigation Agency (Amendment) Act 2019 દ્વારા નેશનલ ઇન્વેસ્ટીંગ એજન્સીને ઇન્ડીયન પીનલ કોડના સેક્શન 370 અને 370(A) હેઠળ માનવ તસ્કરીને લગતા કેસની તપાસ કરવાની સત્તા આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે નિર્ભયા ફંડ હેઠળ તમામ રાજ્ય અને કેન્દ્રસાશીત પ્રદેશોને તેમના તમામ જીલ્લામાં એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTUs) ઉભા કરવા અને તેમને ચલાવવા માટે 100 કરોડ રૂપિયાની આર્થિક સહાયને મંજૂરી આપી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં નોંધાયેલા માનવ તસ્કરીના કેસ

વર્ષ કેસ માનવ તસ્કરીમાં સંડોવાયેલા લોકોની સંખ્યા
2016 8132 159
2017 2854 249
2018 2465 432
રાજ્યો કેસની સંખ્યા 2016-2018
2016 2017 2018
પશ્ચીમ બંગાળ 3579 357 172
મહારાષ્ટ્ર 517 310 311
રાજસ્થાન 1422 316 86
તેલંગાણા 229 329 242
આંધ્ર પ્રદેશ 239 218 240

યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ (UNODC)ના અહેવાલ પ્રમાણે કુલ માનવ તસ્કરીના પીડિતોમાં મોટા ભાગના, એટલે કે 71% પીડિતોમાં, મહિલા અને બાળકીઓનો સમાવેશ થાય છે અને કુલ પીડિતોમાં એક તૃત્યાંશ જેટલા બાળકોનો સમાવેશ થાય છે.

ગુમ થયેલી મહિલાઓ અને બાળકો વીશેના NCRBના અહેવાલ પ્રમાણે જ્યાં સૌથી વધુ ગુમ થયેલી મહિલાઓના કેસ નોંધાયા છે તે રાજ્યો/કેન્દ્ર શાસીત પ્રદેશો આ પ્રમાણે છે.

રાજ્યો વર્ષ
2016 2017 2018
મહારાષ્ટ્ર 28316 29279 33964
પશ્ચીમ બંગાળ 24937 28133 31299
મધ્ય પ્રદેશ 21435 26587 29761
દિલ્હી 12067 12202 13272

વર્ષ 2016, 2017 અને 2018 દરમીયાન મહિલાઓના ગુમ થવાના કેસમાં પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર છે ત્યાર બાદ પશ્ચીમ બંગાળ, મધ્ય પ્રદેશ અને દિલ્હી છે.

ગુમ થયેલા બાળકોના કેસ: વર્ષ 2018 નોંધાયેલા આંકડા પ્રમાણે કુલ 67,134 બાળકો ગુમ થયા હતા. ગુમ થયેલા બાળકોના કેસમાં મધ્યપ્રદેશ પ્રથમ ક્રમે છે ત્યાર બાદ પશ્ચીમ બંગાળ, બિહાર, દિલ્હી અને તમીલનાડૂ છે.

રાજ્ય કેસ - 2018
મધ્યપ્રદેશ 10038
પશ્ચીમ બંગાળ 8205
બિહાર 6950
દિલ્હી 6541
તમીલનાડૂ 4271


તસ્કરીનો ભોગ બનેલી વ્યક્તિઓ પર Covid-19ની અસર

Covid-19ને કારણે બાળકોના જાતીય શોષણની શક્યતાઓમાં વધારો થઈ શકે છે. શાળાઓ બંધ થતા ઓનલાઇન જાતીય શોષણમાં વધારો થઈ શકે છે.

મીક્સ માઇગ્રેશન મુવમેન્ટમાં તસ્કરીનુ જોખમ વધી શકે છે.

Covid-19ની મહામારી વિશ્વભરમાં લોકોને અસર પહોંચાડી રહી છે, તેનાથી લોકોની આર્થિક પ્રવૃતિઓ, રાજ્યના કાર્યો તેમજ આજીવિકાના વિકલ્પોમાં વિક્ષેપ પડી રહ્યો છે. નફો મેળવવા માટે વૈશ્વિક અનિશ્ચીતતાઓનો ફાયદો ઉઠાવતા તસ્કરો આ પરીસ્થીતીનો પણ ફાયદો ઉઠાવી શકે છે.

મહામારીને કારણે વ્યક્તિગત રીતે જે લોકોને ભૌતિક, સામાજીક કે આર્થિક નુકસાન પહોંચ્યુ છે તેવા લોકોને તસ્કરીનું અને અન્ય માનવ અધિકારોના હનનનું વધુ જોખમ રહેલુ છે.

વિશ્વના અનેક દેશોમાં સંપૂર્ણ અથવા આંશીક લોકડાઉનને કારણે જે લોકો તસ્કરીનો ભોગ બન્યા હતા તેઓ જ્યાં તેમને રાખવામાં આવ્યા હતા ત્યાંજ ફસાઈ ગયા અને ત્યાંથી નીકળવાના માર્ગો બંધ થઈ ગયા.

આર્થિક પ્રવૃતિઓમાં ઘટાડો થવાના કારણે પીડિતો વધુ હિંસાનો ભોગ બન્યા હોઈ શકે છે તેમજ લાંબા કલાકો સુધી સ્વાસ્થ્ય સુરક્ષાના સાધનો વીના જ તેમની પાસે તસ્કરોએ વધુ મજૂરી કરાવી હોઈ શકે છે.

તસ્કરોએ તેમના દસ્તાવેજોની અટકાયત કરી હોઈ શકે છે જેના કારણે પીડિતોને સામાજીક સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય સુરક્ષાથી વંચીત રહ્યા હોય તેવી શક્યતા પણ છે. પુરતા દસ્તાવેજો વગર તેઓની અટકાયત થઈ શકે છે અને તેથી જ આગળ વધુ શોષણ થવાની શક્યતા રહે છે.

કાયદાના અમલીકરણ કરાવનારા લોકોના પ્રયત્નો Covid-19ને ફેલાતો રોકવા અને તસ્કરીનો ભોગ બનેલા લોકો જે ન્યાયની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તેમને ન્યાય અપાવવાના છે.

ABOUT THE AUTHOR

...view details