નવી દિલ્હી: વર્લ્ડ બેંકે રવિવારે કહ્યું કે, અમારા એક્ઝિક્યુટિવ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા 6 ભારતીય રાજ્યોમાં શિક્ષણની ગુણવત્તા અને કામગીરી સુધારવા માટે 500 મિલિયન એટલે કે લગભગ 3,700 કરોડની લોનને મંજૂરી આપવામાં આવી છે.
વર્લ્ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે કે, બોર્ડે 24 જૂન 2020ના રોજ આ લોનને મંજૂરી આપી હતી. વર્લ્ડ બેંકે જણાવ્યું હતું કે, આ લોન 15 લાખ શાળાઓના 17 વર્ષીય 25 કરોડ વિદ્યાર્થીઓ અને એક કરોડથી વધુ શિક્ષકોને લાભ મળશે. આ લોન ટીચિંગ લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ (સ્ટાર્સ) પ્રોગ્રામ હેઠળ મળશે. જે સરકારી શાળામાં શિક્ષણને મજબૂત બનાવવા અને દરેકને શિક્ષણ આપવા માટે 1994થી ભારત-વિશ્વ બેંકના સંબંધોના મજબૂત કરી રહ્યો છે.