ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેપાળમાં ઝારખંડના 50 મજૂર ફયાસા, CM હેમંત સોરેનને ઘરે લાવવાની કરી વિનંતી - workers of Dumka are trapped in Nepal

નેપાળના સિંધુપાલચોક જિલ્લાના બ્રહાબેસે મ્યુનિસિપલ વિસ્તારના શોયેલે ગામમાં પેટા-રાજધાનીના 50 મજૂરો ફસાયેલા છે. આ લોકોએ ઝારખંડ સરકારન મુખ્યપ્રધાન હેમંત સોરેનને વિનંતી કરી છે કે, તેએને ઘરે પરત આવવાની વ્યવસ્થા કરવામાં આવે.

દુમકા
દુમકા

By

Published : May 20, 2020, 9:57 PM IST

ઝારખંડ: દુમકાના જરમુંડીના રાયકીનારી અને બનવારા પંચાયત તેમજ રામગઢના કાંજો પંચાયતના 50 લોકો એક વિદ્યુતીકરણ કંપનીમાં કામ કરવા માટે નેપાળના સિંધુપાલચોક જિલ્લામાં ગયા હતાં.

તેમણે એક વીડિયો મોકલ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ જે શોયલે ગામમાં રહ છે ત્યાંથી એક કિલોમીટર દૂર કોરોનાનો કેસ સામે આવ્યો છે. તેઓ ઘરે પાછા આવવા માગે છે. એકવાર તેમણે પ્રયત્ન પણ કર્યો. જ્યારે તેઓ તેમના ગામથી પર્વત પર ઉતરીને શહેર તરફ આગળ વધ્યા, ત્યારે સ્થાનિક લોકોએ તેમનો વિરોધ કરવાનું શરૂ કર્યું અને પાછા ફર્યા.

નેપાળમાં ફસાયેલા દુમકાના 50 મજૂરો, સીએમ હેમંત સોરેનને ઘરે પરત આવવાની કરી વિનંતી

આ દરેક લોકો ઝારખંડ સરકાર મુખ્યપ્રધાન હેમંત સોરેનની મદદ માંગી રહ્યા રહ્યા છે. તેઓ કહે છે કે અમારી કંપની બસ પહોંચાડવા માટે તૈયાર છે, ફક્ત સીએમ પાસ અથવા જરૂરી કાગળોની વ્યવસ્થા કરે.

ABOUT THE AUTHOR

...view details