ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડથી ચેન્નઈ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1નું મોત, પરિજનોમાં ચિંતા - ડેપ્યુટી કમિશનર

ઝારખંડના જામતાડા જિલ્લાના સાવલાપુર ગામથી ચેન્નઈ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1નું મોત થવાથી અન્ય શ્રમિકોના પરિવારો ભયભીત થઇ ગયા છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો તેમજ તેના સાથી શ્રમિકોના પરિવારમાં ભયનો માહોલ છે.

ચેન્નઇ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1 શ્રમિકનું મોત
ચેન્નઇ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1 શ્રમિકનું મોત

By

Published : Jun 14, 2020, 7:31 AM IST

ઝારખંડ: જામતાડા જિલ્લાના સાવલાપુર ગામથી ચેન્નઈ કામ કરવા ગયેલા 9 શ્રમિકોમાંથી 1 શ્રમિકનું મોત થવાથી અન્ય શ્રમિકોના પરિવારો ભયભીત થઇ ગયા છે. અન્ય 8 શ્રમિકોના પરિવાર તેમને પાછા લાવવા માટે સરકાર અને વહીવટતંત્ર પાસે મદદ માગી રહ્યાં છે.

આ મામલે જામતાડા જિલ્લાના ડેપ્યુટી કમિશનરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આ મામલે રાજ્ય સરકારને માહિતી આપવામાં આવી છે. તેમજ મૃતદેહને લાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનરે ખાતરી આપી હતી કે, કામદારોને સમયસર પરત લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details