નવી દિલ્હીઃ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખ ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. તેમણે ટ્વિટ કરી પીએમ મોદીની ચુપ્પી પર સવાલ ઉઠાવ્યા છે.
જવાનોની શહાદત પર રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, કહ્યું- PM કેમ ચુપ છે..?
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદ્દાખ ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલા ઘર્ષણને લઈ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરી પીએમ નરેન્દ્ર મોદીની ચુપ્પી પર સવાલ ઉઠાવ્યા છે.
Rahul gandhi
ભારત અને ચીન વચ્ચે થયેલી હિસામાં ભારતના 20 સૈનિકો શહીદ થયા છે. આ ઘર્ષણને લઈ પીઅમ પર હુમલો કરતાં રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યુ કે, ' પીએમ મોદી કેમ ચુપ છે..? હવે બહુ થયું. જનતા જાણવા માંગે છે કે લદ્દાખ સીમા પર શું થયું ? ચીનની હિંમત જ કેમ થઈ આપણા સૈનિકોને મારવાની..?
ભારત અને ચીન બોર્ડર પર થયેલી હિંસામાં જવાનોની શહાદત પર આખો દેશ રોષે ભરાયો છે. વિપક્ષી પાર્ટીઓ સતત સરકાર પર સવાલ ઉભા કરી રહી છે. TDP સાંસદ મહુઆ મોઈત્રાએ પણ સરકાર પર તીખો હુમલો કર્યો છે.