ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધીએ લદ્દાખમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને આપી શ્રદ્ધાંજલિ - Ladakh martyrs

પૂર્વી લદ્દાખના ગેલવાનમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ બાદ શહીદ થયેલા 20 ભારતીય સૈનિકોને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Rahul Gandhi
Rahul Gandhi

By

Published : Jun 17, 2020, 8:44 AM IST

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા 20 ભારતીય જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વિટ કર્યું કે, "દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા અધિકારીઓ અને સૈનિકોને લઇને જે હું પીડા અનુભવુ છું તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી." તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે ઉભા છીએ. "

ABOUT THE AUTHOR

...view details