જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસા પછી રાજકિય નેતાઓ નિવેદનઓ આપી રહી છે. તાજેતરનો ઘટનાક્રમ જોતા, JNUના પૂર્વ વિદ્યાર્થી અને વિદેશ પ્રધાન ડૉ. એસ જયશંકરે JNU હિંસા અંગે પ્રતિક્રિયા આપી છે. ડૉ. જયશંકરે કહ્યું કે, અભ્યાસ દરમિયાન તેમને JNUમાં ટુકડે ટુકડે ગેંગ નહતી જોઈ.
JNU પરિસરમાં રવિવારે થયેલી હિંસા બાદ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી જયશંકરે આ ઘટનાને વખોડી કાઢી હતી. તેમણે કહ્યું કે, આ હિંસાત્મક પ્રવૃતિઓ યુનિવર્સિટીની પરંપરા અને સંસ્કૃતિ વિરૂદ્ધ છે.
'દિલ્હીમાં અશાંતિ માટે ટુકડે ટુકડે ગેંગ જવાબદાર': અમિત શાહ
દક્ષિણપંથી સંગઠન દ્વારા વિપક્ષ કે, ડાબેરી અને ડાબેરીનું સમર્થન કરતા સંગઠનો માટે ટુકડે ટુકડે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.
જયશંકરે એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં કહ્યું કે, ચીનથી વિપરીત ભારતે કલમ 370, અયોધ્યા અને GST જેવા મુદ્દાને લાંબો સમય સુધી ખેંચી રાજકીય રોટલા શેકવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, જયશંકરે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં MA અને આંતરરાષ્ટ્રીય સંબંધો વિષય પર MPhil અને PHD કર્યું છે.