ગુજરાત

gujarat

ETV Bharat / bharat

અંધશ્રદ્ધાએ હદ વટાવી, મહિલાઓ કરે છે કોરોના માતાની પૂજા... - કોરોના માતા

છત્તીસગઢના ભિલાઈમાં કેટલીક સ્ત્રીઓ માને છે કે કોરોના એ વાઈરસ નથી, પરંતુ કોરોના માતા છે. જે ગુસ્સે થઈ ગઈ છે. માતાને રિજવવા માટે આ મહિલાઓ કોરોના માતાની વિશેષ પૂજા અર્ચના કરી રહી છે, જેથી જલ્દીથી દેશભરમાં ફેલાયેલા કોરોના ચેપને નાબૂદ કરી શકાય.

women-worshiping-corona-as-goddess-in-bhilai
અંધશ્રદ્ધાએ હદ વટાવી, મહિલાઓ કરે છે કોરોના માતાની પૂજા...

By

Published : Jun 6, 2020, 3:39 PM IST

દુર્ગઃ કોવિડ-19થી ફેલાયેલા સંક્રમણથી વિશ્વભરમાં ભયનો માહોલ છે. કોરોનાની વેક્સિન શોધવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ છે. પરંતુ ટેક્નોલોજી અને વિજ્ઞાન સમયમાં પણ અંધશ્રદ્ધા તેની ચરમસીમા પર છે. છત્તીસગઢના ભિલાઈમાં કેટલીક સ્ત્રીઓ માને છે કે કોરોના એ વાઈરસ નથી, પરંતુ કોરોના માતા છે, જે ગુસ્સે થઈ ગઈ છે. માતાને રિજવવા માટે આ મહિલાઓ કોરોના માતાની વિશેષ પૂજા અર્ચના કરી રહી છે, જેથી જલ્દીથી દેશભરમાં ફેલાયેલા કોરોના ચેપને નાબૂદ કરી શકાય. આ મહિલાઓમાં કેટલીક ઉત્તર પ્રદેશથી છે તો કેટલીક બિહારથી છે.

ભિલાઇમાં શુક્રવારે સવારે કેટલાક મહિલાઓ બૈકુંઠ ધામ મંદિર નજીક કોરોના માતાની પૂજા કરી રહી હતી. પૂજામાં બેઠેલી મોટાભાગની મહિલાઓ યુપી, બિહારની છે. તેઓ કહે છે કે, તે ખરેખર કોરોના વાઈરસ નથી, પરંતુ માતા છે, જે ગુસ્સે છે. તેમની પૂજા કરવામાં આવી રહી છે, જેથી સમગ્ર દેશ આ ચેપથી મુક્ત થઈ શકે. મહિલાઓનું માનવું છે કે તેમની ઉપાસનાથી પરિવાર સહિત દેશમાંથી આ ચેપ દૂર થશે.

તેમણે એ પણ જણાવ્યું હતું કે મહિલાઓ કેવી રીતે કોરોના માતાની પૂજા કરે છે. તે કહે છે કે 9ની સંખ્યાને શુભ ગણવામાં આવે છે. વ્યક્તિએ 9 મીઠાઈ, 9 ફૂલો, 9 ખાદી સોપારી (કસેલી), 9 લવિંગ, ગોળ અને પાણીથી પૂજા કરવી જોઈએ. આ પૂજા એવા સ્થળે કરવામાં આવે છે, જ્યાં અગાઉ જમીનને ખોદવામાં આવી ના હોય. પૂજા પછી, બધી સામગ્રી તે જમીનમાં દફનાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details