ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇકો ફ્રેન્ડલી દીવા, મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર - મજબુત અને આત્મનિર્ભર

કોંડાગામઃ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનએ મોટા કનેરા ગામમાં 15થી 20 મહિલાઓના ગૃપને છાણના પાઉડરથી ઇકો ફ્રેન્ડલી દીવા બનાવાની ટ્રેનિંગ આપવામાં આવી છે. આ તમામ મહિલા દીવાની સાથે ધણી બીજી વસ્તું પણ બનાવે છે.

ઇકો ફ્રેન્ડલી દીવા

By

Published : Oct 16, 2019, 8:07 PM IST

છત્તીસગઢના મુખ્યાલય જિલ્લાથી લગભગ 20 કિલોમીટર દુર પંચાયત મોટા કનેરા ગામની મહિલાઓ બિહાન યોજના સાથે જોડાઇ આત્મનિર્ભર બની રહી છે. મહિલાઓને મજબુત અને આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેના લાભ પણ મહિલાઓને સારી રીતે આપવામાં આવી રહ્યા છે.

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા મોટા કનેરા ગામની 15 થી 20 મહિલાઓના જૂથને ગોબરના પાવડરથી ઇકો ફ્રેન્ડલી દીવા બનાવવાની તાલીમ આપવામાં આવી છે. આ મહિલાઓ દીવા સાથે બીજી ઘણી વસ્તુઓ બનાવે છે.

ઇકો ફ્રેન્ડલી દીવા, મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર

ઓર્ડર સાથે દીવાની સપ્લાય વધશે

ગ્રામીણ મહિલાઓ આ કામથી ખૂબ જ ઉત્સાહિત છે અને ઘરના કામ અને ખેતી કર્યા પછી આના માટે વધારાના સમય કાઢે છે અને અહીં ગોબરમાંથી જુદી જુદી ચીજો બનાવી રહ્યા છે.

મહિલાઓએ જણાવ્યું હતું કે આ દિવાળીમાં વધુમા વધું દિવા વેચાય તેવી સંભાવના છે. હાલમાં દીવોનો ભાવ 5 રૂપિયા રાખવામાં આવ્યો છે. ઓર્ડર અને સપ્લાયમાં વધારો થતાં તેની કિંમત પણ ઘટશે.

મહિલાઓ સતત કરે છે મહેનત

જિલ્લા પંચાયતના CEO નુપુર રાશી પન્નાએ જણાવ્યું હતું કે, “હાલમાં આ યોજનામાં વિવિધ જૂથોની 15 થી 20 મહિલાઓ જોડાએલી છે. દંતેવાડાથી આશરે 4000 દીવા બનાવાનો ઓર્ડર આવ્યો છે. જે પૂરો પણ થઈ ગયા છે.

મહિલાઓ પણ જૈવિક ખાતર બનાવે છે

CEOએ સમજાવ્યું કે, દીવા અને અન્ય સામગ્રીની સાથે મહિલા ગૃપ દ્વારા જૈવિક ખાતર પણ બનાવવામાં આવે છે. અન્ય ઘણી યોજનાઓ શરૂ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેથી વધુને વધુ મહિલાઓ યોજનાઓનો લાભ લઈને સારી આવક મેળવીને જીવી શકે.

બનાવાની રીત

  • આ દીવા બનાવવા માટે ગોબર પાવડર અને પ્રીમિક્સ (મુલ્તાની મીટ્ટી અને ગમ) નો ઉપયોગ કરવામાં આવે છે.
  • ગોબર પાવડર અને પ્રીમિક્સને પાણીમાં મેળવીને સખત મિશ્રણ બનાવવામાં આવે છે.
  • મિશ્રણ તૈયાર થયા પછી, તેનો નાનો લુવો બનાવવામાં આવે છે અને તેને દીવો બનાવવા માટે વિશેષ બીબામાં ઢાળવામાં આવે છે.
  • ઘાટમાંથી બનેલા દીવાને બહાર કાઠીને તડકામાં સૂકવવામાં આવે છે.
  • દીવા સુકાઈ ગયા પછી, તેઓને રંગ-રોગાન કરવામાં આવે છે અને એક સુંદર ઇકો ફ્રેંડલી દીવાનું રૂપ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details