અમજમેરઃ ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઉધારના પૈસા ન ચૂકવવા બાબતે મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સબ ઇન્સપેક્ટર પ્રિયંકા રઘુવંશી આ મામલે તપાસ કરી રહી છે. જેમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને પક્ષોએ પરસ્પર તપાસ કરી રહી છે.
સબ ઇન્સપેક્ટર પ્રિયંકા રઘુવંશીના જણાવ્યાનુસાર, પીડિતાએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, આરોપીએ તેને 10 હજાર રૂપિયા ઉધાર આપ્યા હતા, પરંતુ લોકડાઉનના કારણે તે સમયસર પૈસા ચૂકવી શકી નહોતી. એટલે આરોપી તેને વ્યાજ આપવા મામલે વારંવાર હેરાન કરતો હતો.
અજમેરમાં વ્યાજ ન આપનાર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ - gang-raped in ajmer
ઉધારના પૈસા ન ચૂકવતા અજમેરમાં મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે મહિલાએ ચાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં સબ ઈન્સપેક્ટર પ્રિયંકા રઘુવંશી તપાસ કરી રહી છે.
ajmer
આ દરમિયાન આરોપીએ એક દિવસ પીડિતાને બોલાવી તેના એક વિદેશી મિત્ર સાથે જંગલમાં મોકલી હતી. જ્યાં પહેલાથી જ બે લોકો હાજર હતા. જેમણે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.
પીડિતાની ફરિયાદના આધારે પોલીસ બંને પક્ષની પૂછપરછ કરી રહી છે. જો કે, હજુ સુધી આ મામલે હજુ સુધી કોઈ નિષ્કર્ષ પરિણામ આવ્યું નથી.