હોસ્પિટલની ગંભીર બેદરકારીને પગલે મહિલાની રોડ ઉપર જ થઈ પ્રસૂતિ - કટક
ઓડિશાઃ કટક જિલ્લામાં હોસ્પિટલની બહાર પ્રસૂતિ દરમિયાન નવજાતનું મૃત્યુ થયું છે. સગર્ભા પ્રસૂતિ માટે અથગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જતાં કેન્દ્ર બંધ હતુ. કલાકોની રાહ જોયાં બાદ મહિલા પરત ફરી રહી હતી, દરમિયાન તેને રોડ પર જ પીડા શરૂ થઈ હતી અને તેને રોડ પર જ બાળકીને જન્મ આપ્યો હતો.
આ મહિલા શનિવારે હોસ્પિટલ ખાતે ડૉક્ટર પાસે ચેક-અપ કરાવવા આવી હતી, પરંતુ ડૉક્ટરે તેને ચાર દિવસ બાદ આવવા માટે જણાવ્યું હતુ. મહિલાને રસ્તા ઉપર જ પ્રસૂતિ થતાં તાત્કાલિક બ્રહ્મપૂર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. દરમિયાન મહિલાએ બાળકીના અડધાં શરીરને હોસ્પિટલ બહાર જ જન્મ આપી દીધો હતો. બાદમાં હોસ્પિટલ પહોંચીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન હોવા છતાં હોસ્પિટલમાં બાળકીનો મૃત અવસ્થામાં જન્મ થયો હતો. આ ઘટના બાદ આરોગ્ય પ્રધાને કટક જિલ્લા આરોગ્ય પ્રશાસનને તાત્કાલિક આ અંગે તપાસ કરી 3 દિવસમાં રિપોર્ટ જમા કરાવવા નિર્દેશ કર્યા છે.