ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રુષિકેશમાં દારૂડીયા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે આ મહિલા ગેંગ

રુષિકેશઃ ઉત્તરાખંડમાં રુષિકેશમાં આવેલા ભોગપુર બાગી ગામમાં મહિલાઓએ સમાજ કલ્યાણ માટે અલગ ઝુંબેશ ઉપાડી છે. આ મહિલાઓ દારુનું વ્યસન કરનારા લોકોને કંઈક અલગ રીતે દંડ આપે છે. આ મહિલાઓનો હેતુ યુવાનો અને પ્રૌઢ લોકોને દારુના નશાથી બચાવવાનો છે. આ મહિલાઓના સમૂહને ખટ ખટ ગેંગ તરીકે ઓળખવામાં આવે છે.

મહિલા ગેંગ

By

Published : Sep 22, 2019, 11:41 PM IST

દેશભરમાં દારુના નશાથી અનેક લોકોના મોત થતા હોય છે, ત્યારે ખટ ખટ ગેંગની મહિલાઓેએ સમાજ સુધારા માટે અને યુવાનો ખોટા રસ્તે ન જાય તે માટે પ્રશંસનીય કામગીરી કરી છે. દારુનું વ્યસન કરનારા લોકોને વ્યસન છોડાવવા માટે મહિલાઓએ એક નવો રસ્તો શોધ્યો છે. મહિલાઓ ખુદ લાકડી અને ડંડો લઈને રસ્તા ઉપર નીકળી પડે છે. ગામના મુખ્ય ચાર રસ્તાથી લઈને આખા ગામમાં મહિલાઓ ભ્રમણ કરે છે. તે દરમિયાન જો કોઈ દારુનું વ્યસન કરતો વ્યકિત નજરે ચઢે તો મહિલાઓ તેમને દારુ ન પીવાની સલાહ આપે છે.

રુષિકેશમાં દારૂડીયા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે આ મહિલા ગેંગ

દેહરાદૂનના ભોગપુર બાગી ગામમાં દારુ પીનારાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હતો, ત્યારે મહિલાઓનું સુરક્ષિત રહેવું જોખમી થઈ ગયું હતું. ખટ ખટ ગેંગની મહિલાઓએ જયારથી સમાજ સુધારનો મોર્ચો સંભાળ્યો છે, ત્યારથી સ્થિતીમાં સુધાર જોવા મળી રહ્યો છે. ગામના યુવાનો અને વડીલો પણ ખટ ખટ ગેંગની મહિલાઓની મદદ કરી રહ્યા છે.

મહિલાઓનું કહેવું છે કે પહેલાં દુકાનદાર ગેરકાયદેસર રીતે દારુ વેંચતા હતાં પણ હવે હાલાત બદલાઈ ગયા છે. સ્થાનિક લોકો ખટ ખટ ગેંગની કામગીરીના વખાણ કરી રહ્યાં છે. ઉત્તરાખંડમાં ગેરકાયદેસર દારુથી મુક્તિ મેળવવાનો અનોખો પ્રયાસ છે.

ABOUT THE AUTHOR

...view details