ગુજરાત

gujarat

ETV Bharat / bharat

યુપી: ભાજપ કાર્યાલય સામે આગ ચાંપનાર મહિલાનું સારવાર દરમિયાન મોત - મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ભાજપ કાર્યાલયના ગેટ નંબર બેની સામે મહિલાએ પોતાના પર કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા બર્ન વિભાગમાં સારવાર લઈ રહી હતી. સારવાર દરમિયાન બુધવારે સાંજે સાત વાગ્યે મહિલાનું મોત નીપજ્યું હતું.

યુપી
યુપી

By

Published : Oct 15, 2020, 9:58 AM IST

લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં સ્થિત ભાજપ કાર્યાલય સામે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી એક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મંગળવારે મહરાજગંજની એક મહિલાએ ભાજપની ઓફિસ પાસે ગેટ નંબર -2 પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ મહિલાને ગંભીર હાલતમાં લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં મહિલા બર્ન વિભાગમાં સારવાર લઈ રહી હતી. બુધવારે સાંજે લગભગ 7.15 વાગ્યે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

કમિશ્નર પોલીસની સક્રિયતા દ્વારા મહિલાનો જીવ બચ્યો હતો. મહરાજગંજમાં રહેતા અખિલેશ તિવારી સાથે મહિલાના લગ્ન થયા હતા. થોડા સમય પછી મહિલાને છૂટાછેડા થઇ ગયા હતા. જે બાદ મહિલાએ ધર્મ પરિવર્તન કર્યું અને આસિફ નામના યુવક સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ આસિફ સાઉદી જતો રહ્યો. આ પછી આસિફના પરિવારજનોએ મહિલાને સતત હેરાન કરતા હતા.

હેરાન મહિલાએ ભાજપ કાર્યાલય સામે કેરોસીન છાંટીને પોતાને આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં બુધવારે સાંજે મહિલાનું મોત નીપજ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details