ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહિલાએ 3 બાળકો સાથે ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી - રાજસ્થાન ન્યૂઝ

કોરોના મહામારી વચ્ચે હવે ફરી એક વખત બાડમેરમાં આપઘાતનો તબક્કો શરૂ થઈ ગયો છે. જિલ્લાના સિંધરીમાં એક મહિલાએ તેના 3 બાળકો સાથે ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની બાતમી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર ઘટનાની માહિતી એકઠી કરી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.

woman suicide with her three children in sindhari barmer
મહિલાએ 3 બાળકો સાથે ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી

By

Published : May 28, 2020, 4:01 PM IST

રાજસ્થાનઃ કોરોના મહામારી વચ્ચે હવે ફરી એક વખત બાડમેરમાં આપઘાતનો તબક્કો શરૂ થઈ ગયો છે. જિલ્લાના સિંધરીમાં એક મહિલાએ તેના 3 બાળકો સાથે ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની બાતમી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર ઘટનાની માહિતી એકઠી કરી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, સિંધરીના ખારા મહેચન ગામમાં 35 વર્ષીય પરિણીત મહિલાએ તેના 3 બાળકો, 1 પુત્રી અને 2 પુત્રો સાથે મળીને પાણીથી ભરેલા ટાંકામાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે મહિલાનો પતિ અને સસરા ઘરની બહાર ગયા હતા. જ્યારે પતિ ઘરે પરત ફર્યો ત્યારે તેની પત્નીને બાળકો ન હોવાથી તેણે ઘરની આજુબાજુ જોયું તો ચારેયનો મૃતદેહ ટાંકામાં તરતા જોવા મળ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, હજુ સુધી આપઘાતનું કારણ બહાર આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details