ઉત્તરપ્રદેશઃ સિતાપુર જિલ્લામાં કોતવાલી ક્ષેત્રના એક ગામમાં મહિલાએ પોતાના બે માસુમ બાળકો સાથે કેરોસીન છાંટી પોતાને આગ લગાવી દીધી હતી. જે દુર્ઘટનામાં માતા પુત્રો સહિત ત્રણેયના મોત થયાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયાં છે.
સોમવારે મહોલી કોતવાલી વિસ્તારના એક ગામમાં સંદરલાલની પત્ની રજની એક દોઢ વર્ષીય પુત્ર પ્રવેશ અન 4 મહિનાનો બીજો પુત્ર છોટું સાથે ઘરે હતી. સુંદરલાલ ખેતરમાં કામ કરી રહ્યાં હતાં. તેમનું ખેતર ઘરના બાજુમાં છે.